મુંબઇ : આઇપીઍલની અત્યાર સુધીની તમામ સિઝનની બે સૌથી સફળ ટીમ બુધવારે 12મી સિઝનમાં પહેલીવાર સામ સામે આવશે ત્યારે આ મેચ રસપ્રદ બની રહેશે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જારદાર ફોર્મને કારણે આત્મવિશ્વાસથી છલકાતી ચેન્નઇ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ સામે રમવા માટે મેદાને પડશે ત્યારે તેઓ હાલની સિઝનમાં પોતાની વિજય કૂચને જાળવી રાખવા માગશે. જ્યારે મુંબઇની ટીમ ચેન્નઇ સામેની પોતાની સફળતાને જાળવી રાખવા માગશે.
બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 5માંથી 4માં અને કુલ 26માંથી 14માં મુંબઇ ઇન્ડિયન્સ જીત્યું છે
ત્રણવારની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ હાલની સિઝનમાં સતત ત્રણ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. બીજી તરફ મુંબઇની ટીમે ત્રણમાંથી બે મેચ હારી છે અને ઍક મેચમાં જ વિજય મેળવ્યો છે. બંને ટીમ વચ્ચેની મેચોને ધ્યાને લેવામાં આવે તો છેલ્લી 5 મેચમાંથી મુંબઇની ટીમે 4માં વિજય મેળવ્યો છે. જ્યારે બંને વચ્ચે રમાયેલી કુલ 26 મેચમાંથી મુંબઇની ટીમ 14 જીતી છે. જા કે આ વખતે ચેન્નઇનું પલ્લું થોડું ભારે લાગે છે.
ચેન્નઇ પાસે બેટિંગમાં ઉંડાણ અને સ્પિન બોલિંગમાં વૈવિધ્ય છે. જ્યારે મુંબઇનું ઝડપી બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે. મુંબઇની ટીમ પોતાના ઓપનર રોહિત શર્મા અને ક્વિન્ટોન ડિકોક પર વધુ પડતી આધારિત છે. તેમના અન્ય બેટ્સમેનોઍ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. મુંબઇની ટીમ લસિથ મલિંગાના સ્થાને અલઝારી જાસેફ અથવા બેન કટિંગને મેદાને ઉતારી શકે છે.