જયપુર : આઇપીએલની હાલની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકપણ વિજય મેળવી શક્યું નથી અને કેપ્ટન વિરાટ કોહલીએ એવું સ્વીકાર્યું હતું કે તેની ટીમ માટે સ્થિતિ સાવ ખરાબ છે, જો કે તેણે સાથે જ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આગામી મેચોમાં તેની ટીમ પાસા પલટી નાંખશે. આરસીબીએ મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે ટુર્નામેન્ટમાં સતત ચોથો પરાજ ય વેઠવો પડ્યો હતો.
કોહલીએ આગામી મેચોમાં ટીમમાં ફેરફારના સંકેત આપ્યા હતા. તેણે કહ્યું હતું કે ટીમ સારી શરૂઆત કરી નથી શકી અને સ્થિતિ ઘણી ખરાબ છે. અમારે એવો વિશ્વાસ રાખવાનો છે કે સ્થિતિ બદલી શકાય છે. અમે મુંબઇમાં સારું રમ્યા હતા, પણ અમારે સુધારો કરવાની જરૂર છે. અમારે વિશ્વાસ જાળવી રાખવો પડશે. તેણે કહ્યું હતું કે ટુર્નામેન્ટ એટલી લાંબી નથી તેથી તમારે એક સર્વશ્રેષ્ઠ ઇલેવન પસંદ કરવી પડશે. અમે જોઇશું કે ટીમ સંતુલન કેવું બને છે અને કેવી રીતે અમારા ખેલાડીઓ મેચ વિનીંગ પરફોર્મેન્સ કરી શકે છે.