Pushpa 2: પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન, 11મા દિવસે 900 કરોડની કમાણી સાથે તોડ્યો રેકોર્ડ
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. 11માં દિવસે, ફિલ્મે ભારતમાં બમ્પર કલેક્શન કર્યું અને 900 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો.ફિલ્મે પ્રથમ સપ્તાહમાં રૂ. 725.8 કરોડની કમાણી કરી હતી અને બીજા શુક્રવારે રૂ. 36.4 કરોડ, શનિવારે રૂ. 63.3 કરોડની કમાણી કરી હતી. રવિવારે, એટલે કે 11માં દિવસે, પુષ્પા 2 એ 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 900.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
હિન્દી વર્ઝનમાં પણ આ ફિલ્મે 550 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પુષ્પા 2 એ વિશ્વભરમાં રૂ. 1322 કરોડની કમાણી કરી છે, જે તેને 2024ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બનાવે છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના, ફહાદ ફાઝીલ અને જગપતિ બાબુ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. તેનું નિર્દેશન સુકુમારે કર્યું છે.