Spirit: પ્રભાસની ‘સ્પિરિટ’માં કરીના-સૈફ પછી આ અભિનેત્રીની એન્ટ્રી, ફિલ્મમાં લાવશે ગ્લેમરનો તડકો!
Spirit: પ્રભાસની બેહદ પ્રતિક્ષિત ફિલ્મ સ્પિરિટ (Spirit)ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્મિત આ ફિલ્મ એક કોપ એક્શન થ્રિલર છે, જેમાં પ્રભાસ સાથે મૃણાલ ઠાકુર (Mrunal Thakur) લીડ ભૂમિકા ભજવશે.
પ્રભાસની હીરોઈન બની મૃણાલ ઠાકુર
પિંકવિલાની રિપોર્ટ અનુસાર, સ્પિરિટ માં મૃણાલ ઠાકુરને મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. પ્રભાસ સાથે મૃણાલની જોડી સ્ક્રીન પર નવો ગ્લેમર લાવશે. મૃણાલે પહેલાં સીતારામમ જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમની અભિનય ક્ષમતાને ખૂબ સરાહવામાં આવી હતી.
કરીના-સૈફ પહેલીવાર સાઉથની ફિલ્મમાં સાથે
ફિલ્મમાં રિયલ લાઈફ કપલ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે બન્ને પહેલીવાર કોઈ સૌથ ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં બંને નેગેટિવ રોલમાં જોવા મળશે. વિલન તરીકે તેમની જોડી પ્રભાસને પડકાર આપતી નજરે ચડશે.
બજેટ અને રિલીઝ ડેટ અપડેટ
સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મને ભવ્ય બનાવવામાં કોઈ કમી રાખતા નથી. ફિલ્મનું બજેટ અંદાજે 300 કરોડ રૂપિયાના આસપાસ છે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટ હજી ઘોષિત થઈ નથી, પરંતુ 2026માં સિનેમાઘરોમાં આવવાની અપેક્ષા છે.
સ્પિરિટ માં પ્રભાસ, મૃણાલ ઠાકુર, કરીના અને સૈફની હાજરી આ ફિલ્મને પેન-ઇન્ડિયા બ્લોકબસ્ટર બનાવે તેવી શક્યતા છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે.