મુંબઇ : ટીમ ઇન્ડિયા અને મુંબઇ ઇન્ડિયન્સના અોલરાઉન્ડર હાર્દિક પંડ્યાઍ છેલ્લા ૭ મહિનાને પોતાના જીવનનો સૌથી મુશ્કેલ સમય ગણાવ્યો હતો. ઍક ટીવી શોમાં મહિલા પર વિવાદાસ્પદ ટીપ્પણી કર્યા પછી તેને ઍ સમજાતું નહોતું કે હવે આગળ શું કરવું. ચેન્નઇ સુપર કિંગ્સ સામેના મુંબઇ ઇન્ડિયન્સના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિકને કોફી વિથ કરનની તેની વિવાદી ટીપ્પણીઓને કારણે બીસીસીઆઇઍ સસ્પેન્ડ કરી દીધો હતો અને તેને અોસ્ટ્રેલિયા પ્રવાસમાંથી સ્વદેશ રવાના કરી દેવાયો હતો. તે પછી તપાસ પડતર રહે ત્યાં સુધી સસ્પેન્શન હટાવી લેવાયું હતું. હાર્દિકે કહ્યું હતું કે તે હવે ઍ વિવાદ ભુલી ચુક્યો છે.
હાર્દિક પંડ્યાઍ કહ્યું હતું કે હું ટીમના વિજયમાં ભૂમિકા ભજવીને સારું અનુભવી રહ્યો છું. સાત મહિનામાં હું માંડ કોઇ મેચ રમી શક્યો હતો. ઍ ઍક મુશ્કેલ સમય હતો અને મને સમજાતું નહોતું કે મારે શું કરવાનું છે. હું સતત બેટિંગ પર ધ્યાન આપી રહ્યો હતો. હું દરેક મેચમાં મારું પ્રદર્શન સુધારવા માગતો હતો. આ રીતે બેટિંગ કરીને ટીમને જીતાડવી ઍક સારો અહેસાસ છે. હું આ મેન ઓફ ધ મેચ ઍવોર્ડ ઍ લોકોને સમર્પિત કરવા માગું છું જેમણે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો.
ઍસકેના કોચ સ્ટીફન ફલેમિંગ પણ બન્યો હાર્દિક પંડ્યાનો ચાહક
ચેન્નઇ સુપર કિંગ્સ સામે બુધવારે બેટ અને બોલ બંને વડે જારદાર પ્રદર્શન કરીને ટીમને જીતાડનારા હાર્દિક પંડ્યાઍ માત્ર પોતાની ટીમને નથી જીતાડી પણ સાથે જ તેણે સીઍસકેના કોચ સ્ટીફન ફલેમિંગને પોતાનો ચાહક બનાવી દીધો છે. પંડ્યાઍ ૮ બોલમાં ૨૫ રન બનાવવા ઉપરાંત ૨૦ રનમાં ૩ વિકેટ ઉપાડી હતી. ફલેમિંગે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું પંડ્યાનો ઘણો મોટો ચાહક છું. તે લાજવાબ ખેલાડી છે અને આત્મવિશ્વાસથી ભરેલો છે. ફલેમિંગે ઍવું ઉમેર્યુ હતું કે જો તમે હાર્દિક પર અંકુશ મુકી શકો તો તમે મેચ જીતી શકો છો. તે મુંબઇ અને ભારતીય ટીમ બંને માટે ખાસ ખેલાડી છે.