એપ્રિલ મહિનાના પહેલા સપ્તાહથી અમદાવાદમાં સૂર્ય નારાયણે અગન ગોળા વરસાવાવાનું શરૂ કરી દીધુ છે. અને આજે પણ અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. જેથી અમદાવાદ મહાનગર પાલિકાએ ચાલુ ઉનાળામાં પહેલી વખત ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને રાખીને મહાપાલિકાએ આજથી ચાર દિવસ માટે ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
આ ઋતુમાં હાઈસ્ટ્રોકના, ડિહાઈડ્રેશનના દર્દીઓ વધતા હોય છે. જેમાં ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ પબ્લીક હેલ્થ ગાંધીનગર–નેચરલ રીસોર્સ ડીફેન્લ કાઉન્સીલ અમેરિકા અને આઇ.એમ.ડી અમેરિકાના સહયોગથી આગામી દિવસો માટે એલર્ટ જાહેર કરવામા આવે છે. જે મુજબ આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામા આવ્યુ છે.