The Raja Saab: 400 કરોડમાં બની રહેલી પ્રભાસની ફિલ્મ અટકી, હવે 10 એપ્રિલે રિલીઝ થશે નહીં!
The Raja Saab: પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ હવે 10મી એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે નહીં. ફિલ્મનું શુટિંગ હજુ પૂર્ણ થયું નથી, આ સિવાય અન્ય કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે.
પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તેના VFXની પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી, પ્રભાસની બીજી મોટી ફિલ્મ ‘ધ રાજા સાબ’ ની જાહેરાત કરવામાં આવી, જે એક હોરર કોમેડી ફિલ્મ છે અને તે 400 કરોડ રૂપિયાના બજેટ સાથે બની રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન મારુતિ દ્વારા કરવામાં આવ્યું છે, અને સમગ્ર ભારત સ્તર પર બની રહી છે. જો કે, હવે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ થવાના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે પ્રભાસના ફેન્સ નિરાશ થયા છે.
અહેવાલો અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ હજી પૂર્ણ થયું નથી. આ સિવાય પ્રભાસને તેની આગામી ફિલ્મ ‘ફૌજી’ ના સેટ પર પણ ઈજા થઈ હોવાના અહેવાલ મળ્યા છે, જોકે આ ઈજાની ગંભીરતા વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ફિલ્મની નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
દરમિયાન, તેલુગુ અભિનેતા સિદ્ધુ જોનાનગડ્ડાની ફિલ્મ ‘જેક’પણ 10 એપ્રિલ, 2025ના રોજ રિલીઝ થવાની છે. જો બંને ફિલ્મો એક જ તારીખે રિલીઝ થઈ હોત તો બંને ફિલ્મો વચ્ચે મોટી ટક્કર થઈ શકે છે, જેના કારણે બોક્સ ઓફિસના કલેક્શનને અસર થઈ હોત.
પ્રભાસ ઉપરાંત, માલવિકા મોહનન, રિદ્ધિ કુમાર, નિધિ અગ્રવાલ અને સંજય દત્ત જેવા સ્ટાર્સ પણ ‘ધ રાજા સાબ’ માં જોવા મળશે.