IND vs BAN Womens U19 Asia Cup: એશિયા કપ સુપર ફોરમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
IND vs BAN Womens U19 Asia Cup: અંડર-19 મહિલા એશિયા કપ 2024ની સુપર ફોર મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં આયુષી શુક્લા અને ગોંગડી ત્રિશાએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્રિશાએ અડધી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું અને તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવી, જ્યારે આયુષી શુક્લાએ બોલિંગમાં શ્રેષ્ઠતા દર્શાવી.
IND vs BAN Womens U19 Asia Cup પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 8 વિકેટે 80 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની કેપ્ટન સૌમ્યા અખ્તર માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સાદિયા અખ્તરે 2 રન બનાવ્યા હતા, જ્યારે આફિયા શૂન્ય પર આઉટ થઈ હતી. ભારત તરફથી આયુષી શુક્લાએ શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ લીધી. સોનમ યાદવે 2 જ્યારે શબનમ અને મિથિલા વિનોદે 1-1 વિકેટ લીધી હતી.
https://twitter.com/BCCIWomen/status/1869599062502318481
બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમે માત્ર 12.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ માટે ઓપનર ત્રિશાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં અણનમ 58 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન નિક્કી પ્રસાદે અણનમ 22 રન બનાવ્યા જેમાં 1 ફોર અને 2 સિક્સ સામેલ હતી. જી કમલિની ખાતું પણ ખોલી શકી ન હતી અને અનિસા દ્વારા આઉટ થઈ ગઈ હતી.
India Women U19 vs Bangladesh Women U19 | ACC Women's U19 Asia Cup | Match 8https://t.co/cC7HfvQDXJ#ACC #ACCWomensU19AsiaCup #INDWvsBANW pic.twitter.com/CgQUKDYZvR
— AsianCricketCouncil (@ACCMedia1) December 19, 2024
ભારતની આગામી સુપર ફોર મેચ શ્રીલંકા સામે થશે, જે શુક્રવારે રમાશે. આ પહેલા ભારતે પાકિસ્તાન સામે પણ શાનદાર જીત નોંધાવી હતી, જેમાં તેણે 9 વિકેટે મેચ જીતી લીધી હતી.