દુશ્મનને જડબાતોડ જવાબ આપવા માટે આજે ધનુષ તોપ સેનામાં સામેલ થશે. આ તોપને કાનપુરની ઓએફસી અને ફિલ્ડગન ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. પહાડ અને રણ વિસ્તારમાં ધનુષ કામ કરવામાં સક્ષમ છે. જબલપુરમાં આયોજિત કાર્યક્રમમાં છ ધનુષ તોપને સેનાને સોંપવામાં આવશે. ધનુષ તોપના બેરલની લંબાઈ વધારવા માટે 2004માં મંજૂરી આપવામાં આવી હતી.
બેરલની મંજૂરી મળતાની સાથે તોપ બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતા. ઓર્ડિનેસ ડેપો દ્વારા 114 તોપ બનાવવામાં આવશે. ધનુષ દેશી બોફોર્સ તરીકે કામ કરશે. જૂની બોફોર્સની રેન્જ 29 કિલોમીટર હતી જ્યારે ધનુષની રેન્જ 42થી 45 કિલોમીટર છે.
સતત ફાયરિંગ કરવા છતા ધનુષનું બેરલ ગરમ થતુ નથી. કોઈપણ પ્રકારના વાતાવરણમાં ધનુષ કામ કરવામાં સક્ષમ છે. અને એકદમ સટીક નિશાન લગાવી શકે છે. જ્યારે આ તોપની કિંમત 14 કરોડ રૂપિયા છે. જ્યારે તોપના એક ગોળાની કિંમત એક લાખ રૂપિયા આંકવામાં આવે છે.