ચેન્નઇ : ચેન્નઇ સુપર કિંગ્સના સૌથી કૂલ ક્રિકેટર તરીકે જાણીતો ડ્વેન બ્રાવો હવે હેર સ્ટાઇલિસ્ટ બન્યો છે. સીઍસકેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બ્રાવોના કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે, જેમાં તે હેર કટ કરતો નજરે પડે છે. બ્રાવોઍ પોતાની ટીમના સાથી ખેલાડી મોનુ સિંહના હેર કટ કર્યા છે. સીઍસકેઍ ફોટા શેર કરીને કેપ્શન આપી હતી કે ચેમ્પિયન! મોનુ સિંહને નવા થાલા (સીઍસકે ખેલાડી)નો મેકઅોવર આપતા. અને હવે જુઅો સ્ટાઇલ કરનાર અને ઍ સ્ટાઇલ કરાવનાર બંને કેટલા ખુશ છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો પર ફટાફટ કોમેન્ટ આવવાની શરૂ થઇ હતી.
