જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક હોસ્પિટલમાં આતંકી હુમલો થયો. જેમાં બે લોકોનાં મોત થયા છે. જેને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી. સ્થાનિક નેતા ચંદ્રકાંતના બોર્ડીગાર્ડનું આ ઘટનામાં મોત થયું છે અને ચંદ્રકાંત ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક નેતા ચંદ્રકાંત આરએસએસ સાથે સંકળાયેલા છે.
જોકે ફાયરિંગની ઘટના પાછળ કોનો હાથ છે તેની હજુ કોઈ જાણકારી મળી નથી. હુમલાખોરે બુરખો પહેર્યો હતો. પરંતુ પોલીસે ઘટના બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
આ હુમલો હોસ્પિટલની અંદર ઓપીડીમાં થયો. જ્યાં ચંદ્રકાંત તેમના બોર્ડીગાર્ડ સાથે હાજર હતા. તે દરમિયાન બુરખો પહેરીને આવેલા એક શખ્સે તેમના પર ફાયરિંગ કર્યા. હુમલાખોર બોર્ડીગાર્ડના હથિયાર છીનવીને ફરાર થઈ ગયો.