ભારતમાં કરોડો દેવી-દેવતાઓ છે જે પોતાના કારનામાઓના કારણે જાણીતા છે. આજે અમે તમને સૌથી શ્રાપિત મંદિર વિશે જણાવીશું. આજે આપણે વાત કરીશું રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત કિરાડુ મંદિરની જેને એક સાધુએ શ્રાપ આપ્યો હતો.
આશરે 900 વર્ષ પહેલાં અહીં એક સિદ્ધ સંત આવ્યાં હતાં. જ્યારે સંત તીર્થ ભ્રમણ માટે નીકળ્યાં તો તેમણે તેમના સાથીઓને સ્થીનિક લોકોના સહારે છોડી દીધાં. સંતના ગયા બાદ તેમના સાથીઓ બિમાર પડી ગયાં. ફક્ત એક કુંભારણ હતી જેણે તેમની મદદ કરી અને ગામના એક પણ વ્યક્તિ સાધુના સાથીઓની મદદે ન આવ્યો.
જ્યારે સાધુ પોતાની તીર્થ યાત્રા પૂરી કરીને પરત ફર્યા ત્યારે તેમણે તેમના શિષ્યોને તરફડતા જોયા અને તેઓ સમજી ગયાં કે તેમની મદદે કોઇપણ નથી આવ્યું. ફક્ત એક કુંભારણ તેમની સેવા કરી રહી હતી. આ વાતથી ક્રોધિત થયેલા સાધુએ શ્રાપ આપ્યો અને કમંડળમાંથી જળ લેતાં કહ્યું કે અંહી સાંજ થતાં જ બધુ પથ્થર બની જશે.
જે કુંભારણ સેવા કરી રહી હતી તેને સાધુએ સાંજ પહેલાં ગામ છોડી દેવાં કહ્યું અને તેમ પણ જણાવ્યું કે ગામ છોડતી વખતે તે પરત ફરીને ન જુએ. પરંતુ કુંભારણે ઇચ્છાવશ પાછળ ફરીને જોયું જેના કારણે તે પણ પથ્થર બની ગઇ. ત્યારે જ આ ગામ અને આ મંદિરની આસપાસ સાંજ ઢળ્યા બાદ લોકો નથી આવતાં. કારણ કે તેમને ડર છે કે તે પણ આ શ્રાપના કારણે પથ્થર બની જશે.