ચેન્નઇ : આજે અહીં રમાયેલી આઇપીઍલની 12મી સિઝનની ઍક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ખાસ તો
આન્દ્રે રસેલના ચાહકોને ધ રસેલ શો જાવા મળ્યો નહોતો. રસેલેની અર્ધસદીના પ્રતાપે જ કેકેઆર 9 વિકેટે 108
રન કરી શક્યું હતુ. 109 રનના લક્ષ્યાંકને ડુ પ્લેસિસની ધૈર્યસભર ઇનિગને કારણે 17.2 ઓવરમાં 3 વિકેટેના ભોગે
વટાવીને ચેન્નઇઍ ઘરઆંગણે અજેય રહેવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો.
109 રનના લક્ષ્યાંક સામે 5 ઓવરમાં 35 રને તેમણે બે વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી ડુ પ્લેસિસે રાયડુ સાથે
મળીને 46 રનની ભાગીદારી કરી હતી. રાયડુ 21 રન કરીને આઉટ થયો હતો તે પછી ડુ પ્લેસિસે કેદાર જાદવ
સાથે મળીને બાકીનું કામ પુરૂ કર્યું હતું અને અંતે ચેન્નઇઍ 7 વિકેટે આ મેચ જીતી લીધી હતી. ડુ પ્લેસિસ 44 રને
નોટઆઉટ રહ્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સના અન્ય બેટ્સમેનો રસેલ બનવા ગયાને સસ્તામાં પતન થયું
ધોનીઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી કેકેઆરના દાવની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને 44
રનના સ્કોર સુધીમાં તેની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ હતી. કેકેઆરના તમામ બેટ્સમેન રસેલ બનવા જતાં
તેમનું આ રીતે સસ્તામાં પતન થયું હતું. 47 રનમાં કેકેઆરે 6 વિકેટ ગુમાવી દીધી હતી. રસેલ અને પિયુષ
ચાવલા વચ્ચે 29 રનની ભાગીદારી થઇ હતી. તે પછી ફરી ઍકવાર 3 વિકેટ ઝડપથી પડતા કેકેઆરનો સ્કોર 9
વિકેટે 79 રન હતો. અંતિમ 3 ઓવરમાં રસેલે થોડું હિટીંગ કરતાં તેમાં 34 રન આવ્યા હતા અને તેના કારણે
કેકેઆર 108 રન સુધી પહોંચ્યું હતું. રસેલ 44 બોલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 50 રન કરીને
નોટઆઉટ રહ્યો હતો. રસેલ ઉપરાંત ઉથપ્પા 11 અને કાર્તિક 19 ઍમ કુલ ત્રણ જ બેટ્સમેન ડબલ ફિગરમાં
પહોંચ્યા હતા. ચેન્નઇ તરફથી દિપક ચાહરે 3 જ્યારે હરભજન અને ઇમરાન તાહિરે 2-2 અને જાડેજાઍ 1 વિકેટ
ઉપાડી હતી.