અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી આપેલા રાજીનામાની અટકળો વચ્ચે ધવલસિંહ ઝાલાનું નિવેદન બહાર આવ્યું છે. અમારા માટે ઠાકોર સેના મહત્વની છે. આજે સાંજે અલ્પેશ ઠાકોર સહિત અમે બેસીને નિર્ણય લેશું. અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે અમારા માટે શિરોમાન્ય છે. ઠાકોર સેનાનું અપમાન થતા હાલ કોંગ્રેસ સામે નારાજગી છે. જો સમાજ કહેશે તો હું ધારાસભ્ય પહેથી રાજીનામું આપી દઈશ.
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામાની ચર્ચા વચ્ચે મંગળવારે મોડી રાત્રે જ ગુજરાત છોડી દીધું છે. મંગળવારે મળેલી ઠાકોર સેનાની કોર કમિટીમાં અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલ્પેશના રાજીનામાની અટકળો વચ્ચે ગુજરાત બીજેપીમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ કોંગ્રેસે એવી આશા વ્યક્ત કરી છે કે અલ્પેશને મનાવી લેવામાં આવશે તેમજ ઘીના ઠામમાં ઘી પડી જશે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે. જોકે, આ મામલે અલ્પેશ ઠાકોર તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી