ચેન્નઇ : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આઇપીએલની મેચ જીત્યા પછી ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે હરભજન સિંહ અને ઇમરાન તાહિર ઓલ્ડ વાઇનની જેમ સતત પરિપક્વ થઇ રહ્યા છે અને તેમણે ફરી એકવાર એવું સાબિત કરી દીધું છે કે ઉમંર માત્ર એક આંકડો છે. ધોનીએ મેચ પછી કહ્યું હતું કે ઉમંર જાણે કે આ બંનેની તરફેણમાં છે. તેઓ વાઇન જેવા છે અને સતત પરિપક્વ થઇ રહ્યા છે.
તેણે કહ્યું હતું કે અમારું બોલિંગ આક્રમણ બઘુ મળીને સારું લાગે છે પણ જ્યારે અમે કોઇ સારી ટીમ સામે સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રી સાથે રમશું ત્યારે અમને એ ખબર પડશે કે અમારા માટે કયુ બોલિંગ આક્રમણ સૌથી સારું રહેશે. તેણે બ્રાવોની ઇજા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે ટીમમાં ન હોવાથી ટીમ સંયોજનમાં મુશ્કેલી પડે છે. જો કે હરભજન અને તાહિર સ્થિતિને સંભાળવામાં મોટી ભૂમિકા ભજવે છે.