Electric Vehicle: સરકારનું ઈલેક્ટ્રિક વાહનો પર મોટું ફોકસ, PM ઈ-ડ્રાઈવ યોજના 2024માં શરૂ
Electric Vehicle: કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર, 2024 થી PM ઈ-ડ્રાઈવ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય ઈલેક્ટ્રિક વાહનો (EVs) ના વેચાણને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવાના હેતુથી છે. આ યોજના 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. આ હેઠળ, EV વાહનો પર સબસિડી આપવામાં આવશે, જેનાથી લોકો માટે ઇલેક્ટ્રિક કાર, સ્કૂટર અથવા મોટરસાઇકલ ખરીદવાનું સરળ બનશે.
સરકારની યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા અને ઈવી ઉત્પાદન ઈકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. આ યોજના હેઠળ સરકારે 10,900 કરોડ રૂપિયા ખર્ચવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સ્કીમનો લાભ E-2 વ્હીલર, E-3 વ્હીલર, E-ટ્રક અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો પર મળશે.
E-Voucher ની સુવિધા
આ યોજના હેઠળ ઈ-વાઉચર મોબાઈલ એપ દ્વારા મેળવી શકાય છે, જેના દ્વારા ગ્રાહકોને સબસિડીનો લાભ મળશે. આ યોજના એક આધાર નંબર પર માત્ર એક જ વાહન ખરીદવાની મંજૂરી આપશે અને તે પછી ઈ-વાઉચર આપવામાં આવશે.
E-Vehicle પર સબ્સિડી
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે પાવરના આધારે સબસિડી આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં, e-2 વ્હીલર્સ પર 5,000 રૂપિયા પ્રતિ kWhની સબસિડી આપવામાં આવશે, જે બીજા વર્ષમાં ઘટીને 2,500 રૂપિયા પ્રતિ kWh થઈ જશે. આ સિવાય ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને ઇ-રિક્ષા પર પણ સબસિડી મળશે.
એકંદરે, PM ઇ-ડ્રાઇવ યોજનાનો હેતુ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રમાં શક્તિશાળી પરિવર્તન લાવવાનો છે.