નવી દિલ્હી : ભારતીય માસ્ટર બેટ્સમેન સચિન તેંદુલકર પોતાની બેટિંગ જ નહીં પણ સારી વર્તણૂંકને કારણે પણ ખાસ્સો લોકપ્રિય છે. ક્રિકેટમાં બેટિંગના તમામ રેકોર્ડ પોતાના નામેં કરનારા આ ખેલાડીએ રમતની ગરિમા હંમેશા જાળવી રાખી છે. અને તેની લોકપ્રિયતા દેશ દેશાવરમાં છે, ત્યારે પાકિસ્તાનના ક્રિકેટર અહમદ શહઝાદે સચિનને સર્વશ્રેષ્ઠ વ્યકિત ગણાવ્યો છે.
સચિનની સાદાઇ હંમેશા તમામને આકર્ષિત કરે છે. આટલી સિદ્ધિઓ મેળવવા છતાં તે હંમેશા નમ્ર રહ્યો છે. સચિનની આ ખુબીઓને કારણે પાકિસ્તાનના ક્રિકેટર્સ પણ પ્રભાવિત છે. તેમાં અહેમદ શહઝાદનું નામ પણ જોડાયું છે. શહઝાદે સચિનને સર્વકાલિન મહાન બેટ્સમેન પણ ગણાવ્યો છે.
Best ever batsman
Best ever role model
Bestest human
Treats everybody the same. @sachin_rt https://t.co/bYGcowxIqS— Ahmad Shahzad ?? (@iamAhmadshahzad) April 11, 2019
સચિન અંગેની આ વાત ટિ્વટર યૂઝર્સ સાથેની વાતચીત દરમિયાન અહમદ શહઝાદે કરી હતી અને આ દરમિયાન તેણે સચિનની પ્રશંસા કરી હતી. એક યૂઝર્સે ટિ્વટર પર તેને સચિન અંગે થોડા શબ્દો કહેવા કહ્યું ત્યારે શહઝાદે તેના જવાબમાં લખ્યું હતું કે સર્વકાલિન મહાન બેટ્સમેન, સર્વકાલિન મહાન રોલ મોડલ, સર્વશ્રેષ્ઠ વ્યકિત, દરેકની સાથે સમાન વ્યવહાર કરનાર.