Bangladesh નું નામ બદલાશે? શરિયા કાયદો લાવવાની તૈયારી, શહીદ મીનાર પર ભેગા થશે 30 લાખ લોકો
Bangladesh: બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તાથી દૂર થયાં પછી પણ વિદ્યાર્થી આંદોલન શમ્યું નથી. મંગળવારે ધાકાના શહીદ મીનાર પર વિદ્યાર્થીઓના નેતાઓ મોટી રેલી યોજશે, જેમાં 30 લાખથી વધુ લોકો ભેગા થવાની શક્યતા છે. આ રેલીમાં બાંગ્લાદેશનું નામ બદલવા અને શરિયા કાયદા અમલમાં લાવવા જેવા મોટા નિર્ણયો જાહેર થઈ શકે છે.
વિદ્યાર્થી આંદોલન ફરી સક્રિય
શેખ હસીનાને ઉથલાવી દેનાર વિદ્યાર્થી આંદોલન ફરી સક્રિય થયું છે. કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ રેલીનો વ્યાપક પ્રચાર કર્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ આ સ્થિતિમાં લાચાર દેખાઈ રહી છે.
શું શું બદલાશે?
વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશના બંધારણમાં મોટા ફેરફાર લાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશનું નામ “ઇસ્લામિક રિપબ્લિક ઑફ બાંગ્લાદેશ” અથવા “ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈસ્ટ પાકિસ્તાન” રાખવામાં આવી શકે છે. સાથે જ, શરિયા કાયદાને અમલમાં લાવવા અને હાલના રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખનો રાજીનામું લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નવું બંધારણ લાવવાનો દાવો
વિદ્યાર્થી નેતાઓએ કહ્યું છે કે તેઓ 1972માં બનેલું બંધારણ પૂર્ણતઃ નાબૂદ કરવા માગે છે, જેને તેઓ ‘મુજીબિસ્ટ ચાર્ટર’ કહે છે. તેમનું કહેવું છે કે આ બંધારણે ભારતને બાંગ્લાદેશમાં હસ્તક્ષેપ કરવાનો અવકાશ આપ્યો છે.
હાલાંકે, મુખ્ય વિરોધ પક્ષ બીએનપીએ તેનો વિરોધ કર્યો છે. ખાલિદા જિયા દ્વારા નેતૃત્વ ધરાવતી પાર્ટીએ કહ્યું છે કે જો બંધારણમાં ખામી છે, તો તેમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે નાશ કરવું યોગ્ય નથી.
રેલીનો હેતુ
વિદ્યાર્થી નેતાઓએ આ રેલીને “માર્ચ ફોર યુનિટી” નામ આપ્યું છે. તેમનું કહેવું છે કે આ આંદોલન બાંગ્લાદેશના ભવિષ્યનો નિર્ણય કરશે. હવે જોવાનું એ છે કે આ રેલી દેશના રાજકીય અને સામાજિક બંધારણ પર કેટલો પ્રભાવ પાડી શકે છે.