સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી વિસે આજે પણ લોકો જાણવા માંગે છે. બંનેના સંબંધો મંઝીલ સુધી ન પહોંચ્યા અને થોડા જ સમયમાં તેઓ છૂટા પડી ગયાં. તેમ છતાં ફેન્સ તેમના સંબંધોની હકીકત વિશે જાણવા માટે ઉત્સુક છે. તાજેતરમાં જ બંનેની 20 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં સલમાન-એશ્વર્યા એકસાથે બેઠા નજરે આવી રહ્યાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો તે સમયનો છે જ્યારે તેઓ રિલેશનશીપમાં હતાં. બંનેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં કામ કરી ચુક્યાં છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમના ફણગા ફૂટ્યા હતા. મીડિયામાં તેમના અફેરની વાતો વહેતી થઇ હતી અને તેમણે પણ પોતાના રિલેશનને જાહેર કરી દીધ હતું.
એશ્વર્યા સલમાનના પરિવારમાં હળી મળી ગઇ હતી. ત્યાં એશ્વર્યાના પિતા તેમના સંબંધોથી નારાજ હતાં. ત્યાં અચાનક એવી ખબર મળી કે સલમાન અને એશ્વર્યાના સંબંધો વણસી ગયાં છે.
એક અહેવાલ અનુસાર કેટલાંક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નવેમ્બર 2001માં સલમાન એશ્વર્યાના ફ્લેટ પર પહોંચ્યો અને જોર-જોરથી દરવાજો ખટખટાવા લાગ્યો. સલમાન કહેતો રહ્યો કે મને અંદર આવવા દો નહી તો હું સુસાઇડ કરી લઇશ.