Gujarat: ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી એક કારણ
અમદાવાદ
Gujarat ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. દરરોજ સરેરાશ 231 દર્દી નોંધાય છે.
ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને કૉલેસ્ટ્રોલ દર 4 વ્યક્તિમાંથી એકને હાર્ટ એટેક માટે મુખ્ય જોખમી પરિબળો છે.
ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 17 ટકા જેટલો વધારો નોંધાયો છે. દર વર્ષે એક લાખ લોકોમાંથી 800થી 1300 લોકોને હાર્ટ એટેક વિશ્વમાં આવે છે.
ઇમરજન્સી સેવા 108ના અહેવાલ અનુસાર ગત વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં 16.66%નો વધારો નોંધાયો છે.
3 વર્ષમાં હૃદય રોગ
વર્ષ – ઈમરજન્સી
2021 – 42,555
2022 – 56,277
2023 – 72,573
2024 – 73,470
પાંચ જિલ્લામાં 25 ટકા વધારો
જિલ્લો – 2023 – 2024 – વધારો
પોરબંદર – 1145 – 1601 – 38.83%
દાહોદ – 821 – 1217 – 32.14%
ડાંગ – 360 – 460 – 27.78%
સુરત – 5333 – 6726 – 26.12%
મહીસાગર – 680 – 863 – 25.07%
જિલ્લામાં ઈમરજન્સી કેસ – ડિસેમ્બર 2024
જિલ્લો – વર્ષ 2024 – 2023
અમદાવાદ – 24,460 – 21,182
સુરત – 6726 – 5333
રાજકોટ – 5453 – 4848
વડોદરા – 4262 – 3568
ભાવનગર – 4219 – 3723
જુનાગઢ – 3081 – 2726
જામનગર – 3072 – 2845
ગાંધીનગર – 2295 – 1959
અમરેલી – 2232 – 1886
કચ્છ – 1870 – 1733
આણંદ – 1772 – 1466
નવસારી – 1705 – 1395
પોરબંદર – 1601 – 1845
ખેડા – 1557 – 1326
વલસાડ – 1521 – 1251
અમદાવાદ
Gujarat અમદાવાદમાંથી સૌથી વઘુ 24 હજાર 460 દર્દીને હૃદયની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અમદાવાદમાં રોજ સરેરાશ 67 વ્યક્તિને હૃદયની સમસ્યા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગુજરાતમાં 30% અમદાવાદ નોંધાય છે. અમદાવાદમાં 2023 કરતાં 2024માં હૃદયની સમસ્યાના કોલ્સમાં 15.47%નો વધારો થયો હતો.
ગત વર્ષની સરખામણીએ સૌથી વધારે પોરબંદર 39.73% સાથે મોખરે છે. પોરબંદરમાં 2023માં 1145 દર્દી હતા અને હવે આ વર્ષે વધીને 1601 થયા છે.
કારણો
હૃદયરોગનાં કારણોમાં અતિ માનસિક તનાવ, ચિંતા, ભાગદોડ ભર્યું જીવન, ચરબીયુક્ત આહાર, પામ ઓઈલ, ઘી, તેલ, માખણ, ડાયાબિટીસ વગેરેનાં કારણે આ રોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. ધૂમ્રપાન, તમાકુ સેવન, મદ્યપાન, માંસાહાર હૃદય રોગ થવાની સંભાવના 75% વધારે હોય છે. ગર્ભનિરોધક દવા બ્લડપ્રેશર વધતાં હૃદયરોગના હુમલા આવી શકે છે.
શાળાના મેદાનો
આહાર, વ્યાયામ અને આત્મ નિયંત્રણ રાખવું જરૂરી છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરો.
કસરતનો અભાવ છે. શાળામાં રમતના મેદાન નથી. 32 હજાર, 319 જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન યુવા લોકો પુસ્તકો સાથે વધુ સમય પસાર કરે છે. રાતે જાગતા હોય છે.
30થી 40 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકના કેસ 20 થી 25 ટકા આસપાસ વધ્યા છે. આલ્કોહોલનું સેવન, અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ, તણાવ, સ્મોકિંગ બીમારી માટે જવાબદાર છે. સાત કલાકથી ઓછી ઊંઘ હોય તેમને પણ આ બીમારીની શક્યતા રહેતી હોય છે.
ખોરાક
આખા દિવસના કુલ ખોરાકમાં સવારે 40 ટકા, બપોરે 40 ટકા અને 20 ટકા લેવો જોઈએ. સાંજે પાંચ વાગ્યા પછી વધારે પડતું ખાવું ન જોઈએ. દારૂ, બિયર, બિરયાની અને ફાસ્ટ ફૂડ જવાબદાર છે. પૂરતું પ્રોટીન ન લેવાથી સ્થૂળતાનું કારણ બને છે.
હૃદયરોગ પહેલા કાળજી
રોજ સવારે ચાલવું.
બ્લડ પ્રેશર અને વજનને નિયંત્રણમાં રાખવું.
ચા અને કોફીનું અલ્પમાત્રામાં સેવન કરવું.
નિયમિત હલકી કસરત કરવી.
વાત વર્ધક આહારથી પરેજી રાખવી.
સાદું અને હલકું ભોજન લેવું.
તાજું અને ઓછું ભોજન લેવું.
ભોજનમાં ચરબી, ઘી, તેલ વગેરેનો ઉપયોગ ઓછો કરવો.
મોટાપાથી બચવું
કોઇ પણ પ્રકારનું વ્યસન ન કરવું.
તણાવ રહિત અને શાંતિપૂર્ણ જીવન પસાર કરવું.
વિજ્ઞાનીઓના મતે 300-400 ગ્રામ લીલા શાક અને ભાજી રોજ ખાવા જોઈએ. જેમાં 116 ગ્રામ પાંદળાની ભાજી ખાવી જોઈએ. તો તે સંપૂર્ણ આહાર ગણાય છે. કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ છે.
આયુર્વેદના ઔષધો – વૈદ્યની સલાહ હોય તો જ લેવું
અર્જુનત્ત્વક કે અર્જુનની છાલ 10 ગ્રામ લેવી.
અર્જુન છાલનો ઉકાળો બનાવવા દૂધ, પાણી, ફુદીનાનાં પાન, તુલસી પાન 50 ટકા રહે ત્યાં સુધી ઉકાળી પીવું.
અર્જુન ક્ષીર પાક સારો છે.
અર્જુન છાલ અને પુષ્કર મૂળ.
પ્રભાકર વટી અને અર્જુન સિદ્ધ દૂધ.
હરડે, રાસ્ના, વચ, પીપળો, પુષ્કર મૂળ અને સૂંઠ ચૂર્ણ લેવું.
લસણ સારૂ.
હૃદયાર્ણરસ, જહરમોહરા પિષ્ટી, સ્વર્ણભસ્મ, રજતભસ્મ, મુક્તાપિષ્ટી, અર્જુનારીષ્ટ વાપરી શકાય.
પીપળાનાં પાંદડાનો ઉકાળો.