સિડની : ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથની વાપસી થઇ છે જ્યારે જોશ હેઝલનવુડ અને પીટર હેન્ડ્સકોમ્બને બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇજાને કારણે ટીમમાંથી બહાર મિચેલ સ્ટાર્કને પણ 15 સભ્યોની આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે 1 વર્ષના પ્રતિબંધને હાલમાં જ પુરો કરનારા વોર્નર અને સ્મીથની ટીમમાં વાપસી નક્કી જ હતી. હાલમાં બંને ખેલાડી આઇપીએલમાં રમી રહ્યા છે અને તેમાં વોર્નર જોરદાર ફોર્મમાં છે. બે દિગ્ગજ ખેલાડીઓની ટીમમાં વાપસી થઇ છે. તો ટીમમાં છેલ્લા કેટલાક સમયથી વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળનાર જોશ હેઝલવુડ અને પીટર હેન્ડ્સકોમ્બને એ ટીમમાં સ્થાન મળ્યું નથી.
Steve Smith and David Warner return while Peter Handscomb and Josh Hazlewood have missed out on a spot in Australia’s World Cup squad #CWC19 pic.twitter.com/MZ1a01nxF1
— cricket.com.au (@cricketcomau) April 15, 2019
2015માં વર્લ્ડ કપ ટાઇટલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી કથળ્યું હતું અને તે પોતાની પ્રતિષ્ઠા અનુસાર રમી શકી નહોતી. જો કે પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં 5-0થી મેળવેલો વિજય તેમના માટે મોરલ બુસ્ટિંગ રહ્યો છે. તેમાં હવે ટીમમાં સ્મીથ અને વોર્નર પાછા ફરવાથી તેંમની મજબૂતાઇ વધશે.
વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમ : એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેબહરનડોર્ફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, સ્ટીવ સ્મીથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.