સિડની : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયેલા ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથ આ મહિનાના અંતે પોતપોતાની આઇપીએલ ટીમને છોડીને સ્વદેશ ભેગા થશે, આ બંને 2 મેચથી શરૂ થઇ રહેલા નેશનલ ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષનો પ્રતિંબધ હાલમાં જ પુરો કરનાર ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ અને સ્ટીવ સ્મીથ રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. વોર્નર હાલની આઇપીએલમાં 400 રન કરીને ઓરેન્જ કેપ મેળવી ચુક્યો છે. જયારે સ્મીથે 7 મેચમાં 186 રન કર્યા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું છે કે આઇસીસી વર્લ્ડ કપ માટે પસંદ થયેલી 15 સભ્યોની ટીમ 2 મેથી બ્રિસ્બેનમાં નેશનલ ક્રિકેટ સેન્ટરમાં પ્રેક્ટિસ કરશે. રાજસ્થાન રોયલ્સની ટીમે 30મી એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને 4થી મેએ દિલ્હી કેપિટલ્સ સામે રમવાનું છે. તો સનરાઇઝર્સે 2જી મેના રોજ મુંબઇ સામે અને 4થી મેના રોજ આરસીબી સામે રમવાનું છે. મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા જેસન બેહરનડોર્ફ અને આરસીબી વતી રમતો માર્કસ સ્ટોઇનીસ પણ પોતપોતાની ટીમને છોડીને સ્વદેશ રવાના થશે.