નવી : ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. બીસીસીઆઇની પસંદગી સમિતિઍ સોમવારે મુંબઇમાં ટીમની પસંદગી બાબતે બેઠક કર્યા બાદ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં કેઍલ રાહુલ, દિનેશ કાર્તિક અને વિજય શંકરને મોકો આપવામાં આવ્યો છે જ્યારે અંબાતી રાયડુને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. દિનેશ કાર્તિક 12 વર્ષ અને બે વર્લ્ડ કપ બાદ ટીમમાં પરત ફર્યો
આ ટીમમાં ઍમઍસ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પોતાનો ચોથો વિશ્વ કપ રમવા ઉતરશે. આ ઉપરાંત વિરાટ કોહલી પોતાનો ત્રીજા વર્લ્ડકપ રમશે જ્યારે શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી અને ભુવનેશ્વર કુમારને બીજી વખત વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત કેઍલ રાહુલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, જસપ્રિત બુમરાહ અને કેદાર જાધવ પોતાનો પહેલો વર્લ્ડ કપ રમવા માટે લંડન ઉપડશે.
ટીમમાં ઓપનિંગ માટે ત્રણ નામોની પસંદગી કરવામાં આવી છે જેમાં રોહિત શર્મા, શિખર ધવન અને કેઍલ રાહુલનો સમાવેશ થાય છે. મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલી, કેદાર જાધવ, દિનેશ કાર્તિક અને વિકેટ કિપર ઍમઍસ ધોનીના શીરે રહેશે. ટીમમાં બે અોલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું છે. સ્પીન ઍેટેકની જવાબદારી કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાના શીરે રહેશે. આ ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મો.શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા વિકેટ કિપર તરીકે ટીમમાં દિનેશ કાર્તિકને સ્થાન આપીને પસંદગીકારોઍ મોટો દાવ રમ્યો છે, કારણ કે આ સ્થાન માટે ઙ્ગષણ પંત તેને સારી ઍવી ટક્કર આપી રહ્યો હતો. જા કે ઋષભ પંતની નબળા વિકેટ કિપિંગના લીધે તે લંડનની ફલાઇટ ચૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆતની દ્રષ્ટિઍ દિનેશ કાર્તિક ટીમમાં સૌથી જૂનો ભારતીય ખેલાડી છે. ધોની સપ્ટેમ્બર 2005માં ટીમમાં આવ્યો તેના ત્રણ મહિના પહેલા દિનેશ કાર્તિક ટીમમાં આવ્યો હતો.