Rohit Sharma: રોહિત સિડની ટેસ્ટમાં રમશે કે નહીં? ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન
Rohit Sharma: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનારી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની રમત અને પ્લેઈંગ ઈલેવન વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે.
શું રોહિત શર્મા સિડની ટેસ્ટમાં રમશે?
ગંભીરે કહ્યું, અમે પિચ અને ટોસના સમયે જોયા બાદ પ્લેઇંગ ઇલેવન નક્કી કરીશું. મતલબ કે રોહિત શર્મા સિડની ટેસ્ટ રમશે કે નહીં તે હજુ નક્કી નથી.
રોહિતનું તાજેતરનું પ્રદર્શન
આ શ્રેણીમાં ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
– તેણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, પરંતુ તેના બેટથી માત્ર 31 રન જ બનાવ્યા છે.
રોહિતે મેલબોર્ન ટેસ્ટમાં ઓપનિંગ કરી હતી, પરંતુ તે ત્યાં પણ ફ્લોપ સાબિત થયો હતો.
– રોહિત છેલ્લી 14 ઇનિંગ્સમાં માત્ર 155 રન જ બનાવી શક્યો છે.
Question – will Rohit Sharma play tomorrow?
Gautam Gambhir – we will take the Playing XI call at the toss after looking at the pitch tomorrow. pic.twitter.com/7QoexVkRwZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 2, 2025
ટીમ ઈન્ડિયા માટે સિડની ટેસ્ટ મહત્વની છે
ભારતીય ટીમ માટે સિડની ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેચ પહેલા ટીમે વ્યાપક પ્રેક્ટિસ કરી છે અને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા છે.
હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા સિડની ટેસ્ટમાં રમે છે કે નહીં.