IND Vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં મોટા ફેરફારની શક્યતા, શુભમન ગિલ અને આકાશ દીપનું અપડેટ
IND Vs AUS: સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે.
શુબમન ગીલની પ્લેઈંગ 11માં એન્ટ્રી
શુભમન ગિલ મેલબોર્ન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો, જે બાદ તેની પસંદગીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હવે સિડની ટેસ્ટમાં ગિલની વાપસીને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. ગિલ પ્રેક્ટિસ સેશનમાં પણ જોવા મળ્યો હતો, અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આ મેચ માટે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11નો ભાગ બની શકે છે.
Shubman Gill just got a fist pump, pat on the back from Gautam Gambhir and Jasprit Bumrah shook his hand after that. He is now doing fielding drills but with the lot which has been mostly on the bench this tour. Kohli, NKR, Jaiswal, KL and Pant in a separate group pic.twitter.com/p9bS3DmHUE
— Sahil Malhotra (@Sahil_Malhotra1) January 2, 2025
આકાશ દીપ સિડની ટેસ્ટમાંથી બહાર
ફાસ્ટ બોલર આકાશ દીપ ઈજાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી. આકાશ દીપે આ શ્રેણીમાં બે મેચ રમી હતી અને તેણે 80થી વધુ ઓવર ફેંકી હતી, પરંતુ હવે તેની ગેરહાજરીમાં પ્રસિદ્ધ કૃષ્ણ અથવા હર્ષિત રાણાને તક મળી શકે છે.
સમભાવિત પ્લેઇંગ 11
– યશસ્વી જયસ્વાલ
– કે.એલ. રાહુલ
– શુભમન ગિલ
– વિરાટ કોહલી
– ઋષભ પંત
– રવિન્દ્ર જાડેજા
– વોશિંગ્ટન સુંદર
– નીતિશ કુમાર રેડ્ડી
– જસપ્રીત બુમરાહ
– મોહમ્મદ સિરાજ
– પ્રસિદ્ધ કૃષ્ણા (અથવા હર્ષિત રાણા)
ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, કારણ કે આ જીત તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાં જાળવી રાખશે.