Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, Part– 2 ખાડીયામાં પોળો તૂટી રહી છે
Ahemdabad શહેરની 175 પોળમાં આ 2039 મિલકતો હેરિટેજ છે.
મધ્ય ઝોનમાં આવેલી તમામ હેરિટેજ ઇમારતો જેવી કે હવેલીઓ, મકાન,મસ્જિદ, મંદિર ચર્ચ વગેરેનો સર્વે કરી તેની જાળવણી કરવા માંગણી કરવામાં આવી હતી.
Ahemdabad: સીટી સર્વે નંબર 2220 હવેલીની પોળ, મદન ગોપાળની હવેલી રોડ, ખાડીયા ઉપરાંત ખાડીયામાં આવેલી દેસાઈની પોળની અંદર આવેલી બે હવેલી તોડી પાડીને 4 માળના ફલેટ બનાવી દેવામાં આવ્યા છે. જેમાં સુંદરમ ફલેટ તથા સ્મૃતિ ફલેટ છે.
20 સપ્ટેમ્બર 2024ના રોજ મદન ગોપાળ હવેલી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ લેખિત મંજૂરી લીધા સિવાય બાંધકામ કરવામાં આવેલું છે. આ બાંધકામ દુર કરવા તથા ચાલુ બાંધકામ બંધ કરવા એસ.બી.બિલ્ડર્સના પ્રોપરાઈટર અમિત ભાલચંદ્ર પરીખ તથા અન્યોને નોટિસ આપવામાં આવી હતી.
Ahemdabad ખાડીયામાં સૌથી વધુ હેરિટેજ મિલકત દેસાઈની પોળમાં આવેલી છે. પોળમાં બિલ્ડર દ્વારા ફલેટ પ્રકારનુ બાંધકામ કરવામાં આવ્યું છે. આ ફલેટમાં વોર્ડ ભાજપના પ્રમુખ રહે છે.વર્લ્ડ હેરિટેજ સિટી કાગળ પર હોય એવા દ્રશ્યો જોવા મળે છે. ત્રણ દરવાજાનો એક જ રસ્તો ખુલ્લો છે. રાણીના હજીરાના મકબરા માં કપડાં સૂકવે છે.
2019માં બેદરકારીના કારણે 31 હેરિટેજ મકાન તોડીને નવી બિલ્ડિંગ બની ગઈ હતી.
નિર્ણય છતાં નવી બિલ્ડિંગ સામે કાર્યવાહી થઈ ન હતી. કોટ વિસ્તારમાં 2200 ઈમારતનો હેરિટેજ છે. રાયખડ દરવાજાને હેરિટેજ દેખાવ આપી લોકાર્પણ કર્યું હતું.મધ્યઝોન એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, હેરિટેજ વિભાગના કારણે મકાનો તૂટે છે. ખાડિયા વોર્ડમાં મકાનો તૂટે છે છતાં એસ્ટેટ વિભાગ કે હેરિટેજ વિભાગના અધિકારીઓ ગેરકાયદે મકાનો તોડી શકયા નથી.
સારંગપુર સરકીવાડ
સારંગપુરમાં આવેલા સરકીવાડમાં રહેણાંક હેરિટેજના બે મકાનો તોડી પાડી સો દુકાનો બાંધવામાં આવી હતી. ત્રણ વખત સીલ મારવામાં આવ્યા હતા. સીલ ખોલી દુકાનમાં ઘૂસી ગયા હતા. સો દુકાન હજી સુધી તોડી શકતા નથી. (ક્રમશઃ)