મોહાલી : કિંગ્સ ઇલેવન પંજાબે કેઍલ રાહુલની અર્ધસદીના પ્રતાપે મુકેલા 183 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે 170 રન સુધી જ પહોંચતા કગ્સિં ઇલેવન પંજાબનો 12 રને વિજય થયો હતો. રાજસ્થાને આજે જોસ બટલરની સાથે રાહુલ ત્રિપાઠી પાસે દાવની શરૂઆત કરાવી હતી. બટલર 17 રન કરીને આઉટ થયો તે પછી સેમસન પણ 23 રન કરીને આઉટ થયો હતો. ત્રિપાઠી 45 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં રહાણે સાથે જાડાયેલા સ્ટુઅર્ટ બીન્નીઍ 11 બોલમાં 31 રન ઝુડ્યા હતા. જા કે તેઓ વિજયથી 12 રન છેટા રહી ગયા હતા.
આ પહેલા ટોસ હારીને પ્રથમ દાવ લેતા કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત સાધારણ રહી હતી અને પાવરપ્લેમાંં તેમણે 1 વિકેટ ગુમાવીને 39 રન કર્યા હતા. તે પછી રાહુલ સાથે મયંક અગ્રવાલે 29 રનની ઝડપી ભાગીદારી કરીને સ્કોર 67 પર લઇ ગયા ત્યારે અગ્રવાલ 26 રન કરીને આઉટ થયો હતો. 10 ઓવર પછી પંજાબનો સ્કોર 2 વિકેટે 75 રન હતો. જા કે તે પછી મિલર સાથે મળીને રાહુલે 85 રનની ભાગીદારી કરી હતી રાહુલ 52 રન કરીને આઉટ થયો હતો. જ્યારે મિલર 40 રન કરીને આઉટ થયો હતો. અશ્વિને અંતિમ ઓવરમાં 4 બોલમાં 17 રન કરીને ટીમના સ્કોરને 182 પર પહોંચાડ્યો હતો.