મુંબઇ : મિશન વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જે પસંદગી કરવામાં આવી છે, તેને જો આઇપીઍલના દૃષ્ટિકોણથી જાઇઍ તો રાજસ્થાન રોયલ્સને બાદ કરતાં અન્ય તમામ 7 ટીમમાંથી ખેલાડીઓને આ ટીમમાં સમાવાયા છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સમાંથી સૌથી વધુ 3-3, જ્યારે દિલ્હી કેપિટલ્સમાંથી ઍકમાત્ર શિખર ધવનનો સમાવેશ કરાયો છે, જ્યારે બાકીની 4 ટીમો સનરાઅઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી 2-2 ખેલાડીઅોનો સમાવેશ કરાયો છે.
જા રાજસ્થાન રોયલ્સની રચનાને ધ્યાને લઇઍ તો ઍવું જાઇને નવાઇ લાગે છે કે આ ટીમમાં ઍકપણ ખેલાડી ઍવો નથી કે જે મર્યાદિત ઓવરોની ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમમાં રમી રહ્યો હોય. ટીમનું સુકાન ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણે સંભાળી રહ્યો છે. તેના સિવાય સંજૂ સેમસન, જયદેવ ઉનડકટ અને સ્ટુઅર્ટ બિન્ની ઍવા ખેલાડી છે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુક્યા છે પણ ત્રણે લાંબા સમયથી તેનાથી દૂર છે. હા આ ટીમમાં ઍવા ઘણાં વિદેશી ખેલાડી છે જે વર્લ્ડ કપમાં પોતપોતાના દેશની ટીમમાં સ્થાન મેળવશે.
