Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ– 4 સત્તાધીશ ભાજપનું વારસા કૌભાંડ
- ભાજપના સત્તાધિશો આ કૌભાંડ કરી રહ્યા છે. કઈ રીતે કરે છે તેની બાબતો ગંભીર છે.
Ahemdabad હેરિટેજ મિલકત નામશેષ થઈ રહી છે. શાસકો હેરિટેજ મિલ્કતોની સાચવણી કરી શકયા નથી. બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગને યાદી સંખ્યામાં આવી હતી.
Ahemdabad શહેરની ઐતિહાસિક મિલકત મામલે શરૂઆતથી વિવાદ રહ્યો છે. ઈ.સ. 2000થી 2010માં 12 હજાર 500 ઐતિહાસિક મિલકત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હેરીટેજ મિલકતોની સાચવણી તથા મરામત માટે નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
2011થી 2016માં સેપ્ટ દ્વારા સર્વે કર્યો ત્યારે 10 હજાર હેરિટેજ મિલકત ગાયબ કરી દેવામાં આવી હતી.
સેપ્ટના સર્વે મુજબ મધ્ય ઝોનના શાહપુર, ખાડીયા, કાલુપુર, જમાલપુર, રાયખડ તથા દરીયાપુર વોર્ડમાં 2236 રહેણાંક પ્રકારની હેરિટેજ મિલકત હતી.
ઈન્સ્ટીટ્યુશનલ પ્રકારની 449 મિલકત સાથે કુલ 2985 ઐતિહાસિક મિલકત જણાવવામાં આવી હતી.
યુનેસ્કોમાં ડોઝીયર મોકલવામાં આવ્યું તેમાંથી સેપ્ટના સર્વેમાંથી 10 હજાર મિલકત કેવી રીતે ગાયબ થઈ તેની તપાસ આજ સુધી થઈ નથી.
2985 મિલકત જાહેર કરી તેમાંથી 600 મિલકત એટલે કે 20 ટકા ફરી ઓછી થઈ ગઈ હતી. મધ્યઝોન એસ્ટેટ વિભાગ ભૂ-માફિયાઓ અને રાજકારણીઓ જવાબદાર છે. આ કૌભાંડની જાણ થતા સમિતિના સભ્યો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મકાનો તોડીને બાંધકામો થઈ રહયા હતા. તેને સીલ કરવા માટે મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસર યાદી મોકલવામાં આવી હતી.
હેરિટેજ સમિતિએ કંસારાની પોળમાં મહાજન વંડો જમાલપુર વોર્ડ, વેરાઈ પાડાની પોળ, કાલુપુરની છીપા પોળ, ખાડીયાના રામજીની શેરી, ખાડીયાની સરકારીવાડ, ખાડીયાની ચાંદલાપોળમાં બે મિલકત તથા ખાડીયાની તળીયાની પોળમાં સરકીવાડ સામે મિલ્કતો સીલ કરવા કહેવામાં આવ્યું હતું.
નીતિ પ્રમાણે બહારથી કલાત્મક સ્ટ્રક્ચર રાખવું અને તેને અંદરથી રીપેરીંગ રીસ્ટોર કરવામાં આવે તેવી જોગવાઈ છે.
તેના બદલ હેરિટેજ મકાનને મનસ્વી રીતે નવેસરથી પાયામાંથી ઉભુ કરવામા આવે છે.
2020 અને 2021માં બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો તોડી પાડીને ત્યાં નવું બાંધકામ કરી દેવાયું હતું.
2019માં 31 મકાનોને નોટિસ આપી કેટલાકને તો તોડી પાડ્યા હતા.
67 મિલકતોને સૌથી ગ્રેડ-1માં છે. 427 મિલકત ગ્રેડ-2 એ વર્ગમાં છે. 1545 મિલકતોનો ગ્રેડ-3માં છે. (ક્રમશઃ)