Samsung TV: સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ, શાનદાર ઑફર્સ સાથે ખરીદો ટીવી અને સાઉન્ડબાર, મેળવો મફત ગિફ્ટ્સ
Samsung TV: જો તમે નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો સમય હોઈ શકે છે. સેમસંગ ઇન્ડિયાએ તેનું ‘બિગ ટીવી ડેઝ’ સેલ શરૂ કર્યું છે, જેમાં તમે Neo QLED 8K, Neo QLED 4K, OLED અને 4K UHD ટીવી જેવા પ્રીમિયમ મોડલ્સ પર શ્રેષ્ઠ ડીલ્સ મેળવી શકો છો. આ સેલ 3 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
આ સેલમાં કેશબેક ઑફર્સ, ઝીરો-ડાઉન પેમેન્ટ EMI વિકલ્પો અને સેમસંગ ટીવી અને સાઉન્ડબાર જેવી મફત ભેટો પણ ઉપલબ્ધ છે.
ફ્લેગશિપ ટીવી પર આકર્ષક ઑફર
સેમસંગના Neo QLED 8K ટીવી પર ખાસ ઑફર્સ આપવામાં આવી રહી છે. તેમાં 256 AI ન્યુરલ નેટવર્ક્સ સાથે NQ8 AI Gen2 પ્રોસેસર છે, જે અદભૂત 8K વિઝ્યુઅલ અને ઇમર્સિવ સાઉન્ડ આપે છે. 65 ઇંચ મોડલની કિંમત 5,59,990 રૂપિયા છે, જ્યારે 98 ઇંચ વેરિઅન્ટની કિંમત 15,99,990 રૂપિયા છે.
ગેમિંગ માટે ઓલઇડી ટીવી
જો તમે ગેમિંગના શોખીન છો, તો સામસંગના ઓલઇડી ટીવીમાં ગ્લેર-ફ્રી ટેકનોલોજી, મોશન એક્સલરેટર 144Hz અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. 55 ઈંચનો મોડલ 1,99,990 રૂપિયા અને 65 ઈંચનો મોડલ 2,89,990 રૂપિયા છે, જેમાં મફત સાઉન્ડબાર પણ મળે છે.
QLED અને Neo QLED રેંજ
Neo QLED 4K રેંજ 55 ઈંચથી લઈ 85 ઈંચ સુધી ઉપલબ્ધ છે, જેમાં કિંમત 1,24,990 રૂપિયા થી શરૂ થાય છે. આ ઉપરાંત, QLED ટીવીની કિંમત 94,990 રૂપિયા થી શરૂ થાય છે, જેમાં 100% કલર વોલ્યૂમ અને અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇનની સુવિધા છે.
આ ઓફર Samsung.com અને ભારતમાં તમામ સેમસંગ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. હવે તમે તમારી જરૂરિયાત મુજબ સ્ક્રીનનું કદ પસંદ કરી શકો છો અને આ શ્રેષ્ઠ ઑફર્સનો લાભ લઈ શકો છો.