દુબઇ : ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીઍ બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની અનિવાર્ય યાદી કરતા 16 સભ્યોની ટીમ તેને પસંદ આવી હોત. સાથે જ તેણે ઍવું પણ કહ્યું હતું કે જે ખેલાડી ટીમમાં સ્થાન નથી મેળવી શક્યા તેમણે નિરાશ થવાની જરૂર નથી. 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટે સોમવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી અને તેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત તેમજ અનુભવી અંબાતી રાયડુની પસંદગી ન થતાં ચર્ચા ઉઠી હતી.
શાસ્ત્રીઍ અહીં ઍક વેબસાઇટને જણાવ્યું હતું કે હું પસંદગીના મામલે સામેલ થવા નથી માગતો, જા અમારો કોઇ મત હોય તો તે અમે કેપ્ટનને જણાવીઍ છીઍ. તેણે કહ્યું હતું કે જ્યારે તમે 15 સભ્યોની ટીમ પસંદ કરો ત્યારે ઍ સ્વાભાવિક છે કે કોઇને કોઇ બહાર બેસે અને તે ઘણી કમનસીબી છે. હું 16 ખેલાડીને સામેલ કરવા માગતો હતો. અમે આઇસીસીને પણ કહ્યું હતું કે ટુર્નામેન્ટ આટલી લાંબી છે તો ૧૬ ખેલાડી રાખવા યોગ્ય ગણાશે પણ આદેશ 15 ખેલાડીનો જ આવ્યો.
શાસ્ત્રીઍ કહ્યું હતું કે 15 ખેલાડીમાં સ્થાન ન મેળવી શકેલાઍ આગળ ચાલીને ઍ જોવું જાઇઍ કે તક ક્યારેય પણ આવી શકે છે. જેઓ તેમાં સ્થાન નથી મેળવી શક્યા તેમણે નિરાશ થવાની જરૂર નથી. આ ઍક અજબ રમત છે, તેમાં ઇજા થઇ શકે છે અને તમને ગમે ત્યારે બોલાવવામાં આવી શકે છે.