Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ -5 ભાજપના નેતાઓએ કાયદો નિષ્ફળ બનાવી દીધો
દર 3 વર્ષે હેરિટેજ કન્ઝર્વેશન સમિતિ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગને કહેવામાં આવે છે, પણ 2016 બાદ આવી સમિતિ બની નથી.
Ahemdabad 2013માં ગુજરાતની વડી અદાલતે કહ્યું કે, હેરિટેજ પોળ અને મકાનોનાં રક્ષણ માટે સરકારને નીતિ બનાવવા આદેશ આપ્યો હતો.સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, જીડીસીઆરમાં સુધારો કરવાને લગતો કોઈ ઠરાવ કરાયો નથી. પોળમાં કોમર્શિયલ પ્રવૃત્તિને મંજૂરી આપવાનો ઠરાવ કર્યો નથી.ઔડાએ 26 ફેબ્રુઆરી 2015એ એક ઠરાવ વિચારણા માટે સરકારને મોકલ્યો હતો.
સરકારે કહ્યું હતું કે, સર્વે બાદ જર્જરિત થઇ તૂટી પડે તેવા પોળના મકાનો સિવાય કોઈ મકાનને સમારકામ માટે પરવાનગી આપવામાં નહીં આવે.
અસ્મિતા જોખમમાં
સાથે સાથે કોટ વિસ્તારની હેરિટેજ અસ્મિતા જોખમમાં મુકાઈ છે. પ્રાથમિક અંદાજમાં દર વર્ષે કોટ વિસ્તારના 50થી 100 હેરિટેજ મકાન ઘટતા રહે છે. ગ્રેડેશન મુજબ લાગનારી હેરિટેજ પ્લેટ લગાવાની કામગીરીમાં વિલંબ થયો છે.
જીડીસીઆર નિષ્ફળ
Ahemdabad અમદાવાદ શહેરના સત્તાધીશોએ એવો પરિપત્ર કર્યો હતો કે, કોઈ મકાનમાં 3 વર્ષ કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલે અને તેનો મિલકત વેરો ભરે તો તે મિલકત વેપારી બની જાય છે. જે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ છે.
દેશમાં હેરિટેજ વારસાની જાળવણી માટે સરકારે
મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ રાઇટ્સ એન્ડ રીમેન્સ એક્ટ-2010 કાયદો બનાવ્યો છે. હેરિટેજની આસપાસ 300 મીટર સુધી મંજૂરી વિના બાંધકામ કરવું તે ગુનો બને છે. અમદાવાદમાં કાયદો નિષ્ફળ નીવડ્યો છે. જે મુજબ સંખ્યાબંધ કેસ કરવામાં આવ્યા હતા. તપાસમાં ખામીને કારણે એક પણ કેસ આ કાયદા મુજબ પુરવાર થયો નથી. સફાઈ કર્મચારી કે જે સ્મારક કે હેરિટેજની સાફ સફાઈનું કામ કરતા હોય તે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી શકે છે.
પુરાતત્વ વિભાગ વડોદરામાં બેસે છે. તેમના દ્વારા ક્યારેય કોઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવતું નથી.
નોટિસ વડોદરા મુખ્ય કચેરી દ્વારા આપવામાં આવે છે. પરંતુ પરંતુ કાયદેસરની પ્રક્રિયા કરતા નથી.
ગુનેગાર ઠરે તો બે વર્ષની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. (ક્રમશઃ)