નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સીઇઓ રાહુલ જોહરી દ્વારા લોકપાલ ડી કે જૈનને સૌરવ ગાંગુલી ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)માં રહેવા અને આઇપીઍલમાં દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકે થયેલી નિમણૂંક અગે તપાસ કરવા કહેવાયા પછી ગાંગુલીઍ સીઍસીમાંથી રાજીનામુ આપી દેવાની તૈયારી બતાવી છે.
ગાંગુલી સીઍસીના સભ્ય અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર ઍમ બેવડી જવાબદારી નિભાવી રહ્યો છે અને તેને હિતોના ટકરાવ તરીકે જાવામાં આવે છે.
આ સાથે જ ગાંગુલી બંગાળ ક્રિકેટ ઍસોસિઍશન (સીઍબી)નો અધ્યક્ષ પણ છે.
આ મામલા સાથે જાડાયેલા ઍક સૂત્રઍ માહિતી આપી હતી કે ગાંગુલીના મતે હિતોનો કોઇ ટકરાવ નથી. તે છતાં ભારતીય ટીમનો આ માજી કેપ્ટન સીઍસીમાંથી રાજીનામુ આપી દેવા પણ તૈયાર છે. સીઍસીમાં ગાંગુલી ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર વીવીઍસ લક્ષ્મણ અને મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંદુલકર પણ છે. ગાંગુલીઍ ઍવું સ્પષ્ટ કહી દીધું છે કે જા જરૂર પડશે તો તે સીઍસીમાંથી રાજીનામુ આપી દેવા તૈયાર છે. ડીકે જૈને ગાંગુલીને હિતોના ટકરાવ સંબંધી ફરિયાદ મામલે ૨૦મી ઍપ્રિલે તેમની સમક્ષ હાજર થવા જણાવ્યું છે.