Table of Contents
Toggle
72
/ 100
SEO સ્કોર
Stock market declines: ભારતીય શેર બજારમાં ઘટાડો,સેન્સેક્સ 1258 પોઈન્ટ તૂટ્યો આ 5 કારણોસર રોકાણકારોમાં ચિંતા
Stock market declines: હફ્તાના પહેલા વેપાર દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1258 પોઈન્ટ તૂટીને 77,964 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 388 પોઈન્ટના ઘટાડા સાથે 23,616ના સ્તરે બંધ થયો. વ્યવહાર દરમિયાન સેન્સેક્સ 1400 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 430 પોઈન્ટનો ઘટાડો નોંધાયો.
શેર બજારમાં ઘટાડાના 5 મુખ્ય કારણો:
- HMPV વાયરસના કેસ:
ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના ત્રણ કેસ ભારતમાં નોંધાયા છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. કર્ણાટકમાં બે બાળકોમાં આ વાયરસ જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ બજારમાં અનિશ્ચિતતા યથાવત છે. - ત્રીજી ત્રિમાસિક પરિણામોની રાહ:
ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોને લઇને રોકાણકારો સતર્ક છે. સાથે જ કેન્દ્રીય બજેટ 2025-26 અને રિઝર્વ બેન્કની આગામી મોનેટરી પોલિસી બેઠકને લઇને પણ અનિશ્ચિતતા છે. - નબળા વૈશ્વિક સંકેતો:
એશિયન બજારોમાં 1.4%નો ઘટાડો અને અમેરિકી ડોલરમાં મજબૂતીને કારણે ભારતીય બજાર પર દબાણ વધ્યું. બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળા કારણે પણ ઘટાડો થયો. - વિદેશી રોકાણકારોની વેચવાલી:
જાન્યુઆરી 2025માં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ 4,285 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે, જેના કારણે બજારમાં દબાણ છે. - નબળા ટેકનિકલ સંકેતો:
ટેકનિકલ ચાર્ટ પર નિફ્ટી માટે 23,960 થી 23,860નો ઝોન મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે. જો નિફ્ટી 23,860ની નીચે જાય છે, તો તે 23,750 સુધી તૂટી શકે છે.
આ તમામ કારણોએ મળીને ભારતીય શેર બજારમાં ઘટાડાનું વાતાવરણ સર્જ્યું છે.