લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સતત પ્રેસને માહિતી આપવા આજે પણ ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ અચાનક ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ અને ભૂપેન્દ્ર યાદવ પર જૂતુ ફેંક્યુ.
જે સમયે બંને નેતા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તે સમયે આ શખ્સે જૂતા ફેંક્યા. જે બાદ સેનાએ આ શખ્સને પકડ્યો અને બહાર લઈ ગયા.
મળતી માહિતી પ્રમાણે દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં ગુરુવારે બપોરે પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર એક શખ્સે જૂતુ ફેંક્યુ. પ્રાથમિક જાણકારી અનુસાર આ શખ્સ કાનપુરનો રહેવાસી છે. જૂતા ફેંકનાર શખ્સ પાસેથી એક વિઝિટીંગ કાર્ડ પણ મળ્યુ છે. આ શખ્સ પત્રકારો માટે ફાળવેલી જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. આનું નામ શક્તિ ભાર્ગવ છે. વ્યવસાયે તે ડૉક્ટર છે.
જે સમયે જીવીએલ પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે અચાનક આ શખ્સે જીવીએલ તરફથી જૂતુ ફેંક્યુ. હવે એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે જૂતુ ફેંકનાર શખ્સે કયા કારણોસર જૂતુ ફેંક્યુ. આ શખ્સ પાસેથી એક વિઝિટીંગ કાર્ડ મળ્યુ છે. જે અનુસાર આનું નામ ડૉ. શક્તિ ભાર્ગવ છે.
જે સમયે જીવીએલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ત્યારે આ ઉઠ્યુ અને જીવીએલ તરફથી જૂતુ ફેંકી દેવાયુ. તાત્કાલિક ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો અને બહાર લઈ ગયા. બાદમાં આ શખ્સની પાસેના આઈપી એક્સટેન્શન પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.