હૈદારાબાદ : બુધવારે અહીં રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદારાબાદના ઓપનર ડેવિડ વોર્નરને તેની ઢીંગલી જેવી પુત્રીઍ ઍક ક્યુટ મેસેજ આપ્યો હતો. જ્યારે હૈદરાબાદની ટીમ ફિલ્ડીંગ માટે મેદાન પર હતી અને તેઓ ઊભા હતા ત્યારે વોર્નરની પુત્રીઍ પોતાના હાથમાં ઍક નાનકડું બોર્ડ પકડીને તેને પોતાના માથે મુક્યું હતું.
Moments like these add to the beauty of #VIVOIPL ??#DaddyWarner #DivaWarner pic.twitter.com/GzwWFvXnJw
— IndianPremierLeague (@IPL) 17 April 2019
વોર્નરની પુત્રીએ માથા પર મુકેલા આ બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું હતું ‘ગો ડેડી’ તે આ બોર્ડ પોતાના પિતાને બતાવી રહી હતી અને કોઇ સાથી ખેલાડીઍ તેનું ધ્યાન દોર્યુ ત્યારે વોર્નર ઍ જાઇને હસી પડ્યો હતો. તેની સાથે તેમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન પણ એ ક્યુટ હરકત જોઇને હસવાનું રોકી શક્યો નહોતો. ઇન્ડિયન પ્રીમિયર લીગે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો.