નવી દિલ્હી : ઇંગ્લેન્ડમાં 30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થયા પછી ટીમ બાબતે ચર્ચા ચાલી રહી છે ત્યારે મંગળવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ઋષભ પંત, અંબાતી રાયડુ અને નવદીપ સૈનીને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે જાહેર કર્યા હતા. જા કે ગુરૂવારે બીસીસીઆઇ દ્વારા ઝડપી બોલર ઇશાંત શર્મા અને સ્પિનર અક્ષર પટેલ ઍમ વધુ બે ખેલાડીને સ્ટેન્ડ બાય ખેલાડીઅોમાં સામેલ કર્યા હતા.
બોર્ડ દ્વારા પહેલાથી ઍવી સ્પષ્ટતા કરી દેવાઇ છે કે પંત પહેલો સ્ટેન્ડ બાય ખેલાડી રહેશે, મતલબ કે જા ભારતીય ટીમમાંથી કોઇ ઘાયલ થશે કે કોઇ અન્ય કારણોથી ટીમમાંથી ખસી જશે તો પંતને પહેલા ટીમમાં સામેલ કરાશે. બીસીસીઆઇના ઍક અધિકારીઍ જણાવ્યું હતું કે ઇશાંત, રાયડુ, અક્ષર અને સૈનીને ઍ જણાવી દેવાયું છે કે તેઓ અનામત ખેલાડીઅોની યાદીમાં છે અને તેઓ નવદીપ સૈનીનીની જેમ જ ટીમ સાથે ઇંગ્લેન્ડ નહી જાય. પણ તેમને સંપૂર્ણ તૈયારી રાખવા જણાવાયું છે. તેમને જણાવી દેવાયું છે કે તેઓ માનસિક અને રમતના દૃષ્ટિકોણથી સંપૂર્ણ તૈયારી રાખે. ઇશાંત બાબતે અધિકારીઍ માહિતી આપી હતી કે તે ટેસ્ટમાં ભારતનો સ્ટ્રાઇક બોલર રહ્યો છે પણ વનડે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. તે અનુભવી છે અને અનુભવ કંઇ બજારમાં નથી મળતો. તેને અનુભવના આધારે જ સ્ટેન્ડ બાયમાં રખાયો છે.