કોલકાતા : પોતાની 8માંથી 7 મેચ હારીને હવે જો અને તોના ચક્કરમાં ફસાયેલી વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીઍલમાં પોતાને જાïળવી રાખવા માટે શુક્રવારે અહીં કોલકાતા નાઇટ રાઇડર્સને કોઇપણ ભોગે હરાવવું પડશે. કેકેઆર સતત ત્રણ મેચ હારવાના કારણે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમેથી છઠ્ઠા ક્રમે ઉતરી ચુકી છે તેથી આરસીબી પાસે આ મેચ જીતવાની સોનેરી તક છે.
વિરાટની આગેવાની હેઠળની આરસીબીઍ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા કેકેઆરને કોઇ પણ ભોગે હરાવવું પડશે
કેકેઆર માટે ટ્રમ્પકાર્ડ રહેલા આન્દ્રે રસેલને પ્રેક્ટિસ દરમિયાન ઍક બાઉન્સર ખભામાં વાગ્યો છે અને ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં પણ તે સંપૂર્ણ ફીટ નહોતો, તે ઍ મેચમાં ટૂર્નામેન્ટમાં પહેલીવાર નિષ્ફળ રહ્યો હતો અને તેના કારણે કેકેઆરની તેના પરની વધુ પડતી નિર્ભરતા ખુલ્લી પડી ગઇ છે. રસેલે આરસીબી સામેની મેચમાં 13 બોલમાં 48 રન ઝુડીને અશક્ય ગણાતો વિજય અપાવી ચુક્યો છે, ત્યારે હવે ઍ જોવાનું રહે છે કે તે આવતીકાલની મેચમાં ફિટ થાય છે કે નહીં.
કોલકાતા નાઇટ રાઇડર્સે પણ બાકી બચેલી 6 મેચમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે, આ 6 મેચમાંથી 3 તેણે ઇડન ગાર્ડન પર રમવાની છે. આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સે સારું પ્રદર્શન કર્યુ છે પણ ટીમ ઍકજૂથ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ તો ઝડપી બોલરોઍ નિરાશ કર્યા છે. યુવા નવદીપ સૈની પ્રભાવી છે, પણ અનુભવી ઉમેશ યાદવ ફલોપ રહ્યો છે.