જાહનીસબર્ગ : 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકાઍ પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં હાશિમ અમલાનો સમાવેશ કરવામાં આવતા ઘણાંને અચરજ થયું છે. અમલા દક્ષિણ આફ્રિકન ટીમનો અનુભવી ખેલાડી છે પણ લાંબા સમયથી તે આઉટ ઓફ ફોર્મ છે અને ટીમમાં પણ નથી. હવે અમલાના સમાવેશને કારણે ટીમમાં રિઝા હેન્ડ્રીક્સ માટે જગ્યા નથી રહી અને તેણે અમલા માટે ખસવું પડ્યું છે. આ ઉપરાંત આ ટીમમાં ઇજાગ્રસ્ત ઝડપી બોલર ઍનરિક નોર્ત્ઝેને પણ સામેલ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપ માટેની દક્ષિણ આફ્રિકન ટીમ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ઍડન માર્કરમ, ક્વિન્ટન ડિ કોક (વિકેટકીપર), હાશિમ અમલા, રાસી વેન ડર દૂસાં, ડેવિડ મિલર, ઍન્ડિલ ફેલુકવાયો, જેપી ડુમીની, ડેવન પ્રેટોરિયસ, ડેલ સ્ટેન, કગિસો રબાડા, લુંગી ઍન્ગીડી, ઍનરિચ નોર્ત્ઝે, ઇમરાન તાહિર, તબરેઝ શમ્સી.
