કોલંબો : શ્રીલંકાઍ આજે આઇસીસી વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી તેમાં અનુભવી બોલર લસિથ મલિંગાનો સમાવેશ તો કરાયો પણ તેની પાસેથી ટીમનું સુકાન લઇને ટેસ્ટ ટીમના કેપ્ટન દિમૂથ કરુણારત્નને સોંપવામાં આવ્યું છે. રસપ્રદ વાત ઍ છે કે કરુણારત્નેઍ 2015ના વર્લ્ડ કપથી વનડે રમી નથી. ઍવી અટકળો ચાલતી હતી કે ટીમનું સુકાન લઇ લેવાતા મલિંગા ક્રિકેટને અલવિદા કરી દેશે. જો કે પસંદગી સમિતિના અધ્યક્ષ અસાંથા ડિમેલે કહ્યું હતું કે મે તેની સાથે ફોન પર વાત કરી છે અને તેને કારણ જણાવી દીધા છે. શ્રીલંકાની ટીમમાં કરુણારત્ને ઉપરાંત જીવન મેન્ડિસ, મિલિંદા શ્રીવર્ધને અને જેફ્રી વેન્ડરસેની પણ વાપસી થઇ છે.
વર્લ્ડ કપ માટેની શ્રીલંકન ટીમ : દિમૂથ કરુણારત્ને (કેપ્ટન), લસિથ મલિંગા, ઍન્જેલો મેથ્યુઝ, તિસારા પરેરા, કુસાલ પરેરા, ઘનંજય ડિસિલ્વા, કુસાલ મેન્ડિસ, ઇસુરુ ઉદાના, મિલિન્દા શ્રીવર્ધને. અવિષ્કા ફર્નાન્ડો, જીવન મેન્ડિસ, લાહિરુ થિરિમાને, જેફ્રી વેન્ડરસે, નુવાન પ્રદીપ, સુરંગા લકમલ.