નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સના કોચ અને ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટિંગે ઋષભ પંતને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ ન કરાતા આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. બુધવારે પોન્ટિંગે કહ્યું હતું કે આ વિકેટકીપર બેટ્સમેન વર્લ્ડ કપમાં ભારત માટે ઍક્સ ફેક્ટર સાબિત થઇ શકે તેમ હતો.
પોન્ટિંગે ક્હ્યું હતું કે જ્યારે વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર થઇ ત્યારે તેમાં પંતને સામેલ ન કરાયો ઍવું જાણીને મને નવાઇ લાગી હતી.
તેણે કહ્યું હતું કે મને લાગતું હતું કે તેને ટીમમાં સામેલ કરાશે. મને તો ઍવું લાગતું હતું કે તે અંતિમ 11માં રમશે.
તેણે કહ્યું હતું કે પંત જેવો ખેલાડી ચોથા અથવા પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરે તો ઍ ઍક્સ ફેક્ટર સાબિત થઇ શકે અને ઍ જ બાબત ટીમ ઇન્ડિયા તેમજ અન્ય ટીમો વચ્ચે ફરક આણી શકી હોત. પોન્ટિંગ કહ્યું કે દિલ્હી કેપિટલ્સની પાસે ઘણી સારી સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે ભારતીય ટીમની જાહેરાત થઇ તે પછી મેં તરત પંત સાથે વાત કરી હતી. પંતે આ નિર્ણય હળવાશથી લીધો હતો. તે નિરાશ હતો પણ ટીમને જાઇને તે ખુશ પણ હતો.