Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો,
ભાગ -7: 26 સાંસ્કૃતિક શહેરમાંથી અમદાવાદ હરીફાઈ કેમ જીતી ગયું
Ahemdabad વિશ્વના સસ્તા શહેરોમાં અમદાવાદ 7માં ક્રમે છે. માથાદીઠ આવક અન્ય શહેરોની સરખામણીએ વધુ છે. ઈકોનોમી ઇન્ટેલિજન્સ યુનિટના 2021ના રિપોર્ટ મુજબ અમદાવાદ સોંઘુ શહેર જાહેર થયું હતું. 2019માં વિશ્વના ટોચના 30 પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ હતું, 2024માં પણ એવું જ છે. 2023ના એક અહેવાલમાં મકાનોની કિંમત સૌથી વધારે હોવાથી સામાન્ય લોકો મકાનો ખરીદી શકતા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પર વિશ્વ બેંકની લોન સાથે રૂ. 4,317.67 કરોડનું દેવું 2024માં છે.
અમદાવાદની હરીફાઈમાં 26 સાંસ્કૃતિક શહેરો હતા.
Ahemdabad ભારતમાંથી અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઈ અને ઓરિસ્સાનું શહેર હતું. 28 મે 2020માં અમદાવાદને આખરી હેરીટેજ શહેર જાહેર કરાયું જેમાં અમદાવાદના નોમિનેશનો તુર્કી, લેબનન, ટ્યુનિશિયા, પોર્ટુગલ, પેરુ, કઝાકિસ્તાન, વિયેતનામ, ફિનલેન્ડ, અઝરબૈજાન, જમૈકા, ક્રોએશિયા, પોલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, સાઉથ કોરિયા, એંગોલા અને ક્યૂબા સહિત 20 દેશોનું સમર્થન મળ્યું હતું.અમદાવાદની નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહ
અસ્તિત્વ ધરાવતું શહેર માનીને આ દેશોએ સર્વસંમતિથી અમદાવાદ પર પસંદગી ઉતારી હતી.
શહેરને વર્લ્ડ હેરિટેજનો ટેગ મળે એ માટે અનેક લોકો અને અનેક સંસ્થાઓનો ફાળો છે. 1984માં ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. હેરિટેજ વોક શરૂ કરવામાં આવી હતી. હેરિટેજ સેલ સ્થાપવામાં આવ્યો હતો. 2011માં 31મી માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ શહેરોની અસ્થાયી યાદીમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર રવીન્દ્ર વસાવડા દ્વારા અમદાવાદ ડોઝિયરની તૈયારી શરૂ કરાવવામાં આવી હતી. ડોઝિયરનો ડ્રાફ્ટ યુનેસ્કોમાંથી એક વાર પરત આવ્યો હતો. આખરે 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો.
પેરિસ, કેરો, એડિનબર્ગ મળીને વિશ્વમાં 287 વર્લ્ડ હેરિટેજ સિટી છે. જેમાં ભારતીય ઉપખંડમાં નેપાળના ભક્તપુર અને શ્રીલંકાના ગાલે શહેર છે. (ક્રમશઃ)