ઉત્તર પ્રદેશના કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં 20 મુસાફરો ઘાયલ થયા છે. કાનપુરના રૂમા ગામ પાસે હાવડાથી દિલ્હી જઈ રહેલા ટ્રેનના 12 કોચ પાટા પરથી ખડી પડ્યા.
રેલવે વિભાગના મતે કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી અને ટ્રેનમાંથી તમામ મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.રેલવે મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટને ઘટનાસ્થળ પર મોકલી દેવાયા છે જે મેન રૂટ છે. આ રૂટની બીજી 13 ટ્રેનને ડાયવર્ટ કરી દેવાઇ છે જ્યારે એક ટ્રેન રદ્દ કરાઇ છે.