ગુજરાતના શિક્ષણ તંત્રને હચમચાવી દેનારી તાજી ત્રણ ગંભીર ઘટનાઓ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

અરવલ્લી થી મહીસાગર સુધી શિક્ષકોના અપ્રતિષ્ઠિત વર્તનથી શિક્ષણ પદ્ધતિને મોટો ઝાટકો

ગુજરાતના શિક્ષણ જગતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત ત્રણ એવી ઘટનાઓ સામે આવી છે, જે માત્ર ચોંકાવતી નહીં પણ શિક્ષણ પ્રણાલીને શર્મશાર કરે તેવી છે. અલગ-અલગ જિલ્લાઓમાં બનેલા આ બનાવોમાં ક્યાંક પ્રોફેસર પાસ કરવાની લાલચથી વિદ્યાર્થીનીઓને બિભત્સ મેસેજ મોકલે છે, ક્યાંક શાળા શિક્ષક અને શિક્ષિકા મળીને યુવતીને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવે છે અને એક બનાવમાં તો દારૂના નશામાં શિક્ષકે અકસ્માત સર્જી લોકોના ગુસ્સાનો ભોગ બન્યો છે. આ કિસ્સાઓએ સમાજમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે અને શિક્ષણ ક્ષેત્રની નૈતિકતા પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે.

અરવલ્લીમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓને પાસ કરાવવાની લાલચ

સૌથી પહેલી ઘટના અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજની છે, જ્યાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓને પાસ કરાવવાની લાલચ આપી પ્રોફેસર મનિષ ચૌહાણે વોટ્સએપ પર અશ્લીલ સંદેશાઓ મોકલ્યાં હોવાનો આક્ષેપ નોંધાયો હતો. વિદ્યાર્થીનીએ માતા-પિતાને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા મામલો બહાર આવ્યો અને આ ચેટના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા. કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેસી ગયા અને કાર્યરત સંગઠનો સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. અંતે પોલીસે પ્રોફેસરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat education scandal 2.png

- Advertisement -

રાજકોટમાં શિક્ષક-શિક્ષિકાનો યુવતીને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવાનો મામલો

બીજો ગંભીર કિસ્સો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા અને મોરબી જોડાયેલા શિક્ષણકર્મીઓ વિશે સામે આવ્યો છે. 35 વર્ષીય યુવતીએ આક્ષેપ કર્યો કે પ્રાથમિક શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટીયાએ તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા અને તેના ન્યૂડ ફોટા તથા વીડિયો લઈ તેને બ્લેકમેઇલ કરતા રકમ રૂપે ચાર લાખ પચ્ચીસ હજાર જેટલી વસૂલી કરી. યુવતીએ જણાવ્યું કે સોલંકીએ તેને વાહનમાં વાયરથી માર માર્યો અને લગ્ન રોકાવવા સુધીની ધમકીઓ આપી. પોલીસ તપાસમાં શિક્ષિકા ઝડપાઈ ગઈ છે જ્યારે મુકેશ સોલંકી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

Gujarat education scandal 1.png

- Advertisement -

મહીસાગરમાં નશામાં શિક્ષકે અકસ્માત સર્જતાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

ત્રીજો મામલો મહીસાગર જિલ્લાથી સામે આવ્યો છે, જ્યાં એક શિક્ષક દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોએ કારમાંથી દારૂની બોટલ મળતાં જ ગુસ્સે ચડી શિક્ષકને જબરદસ્ત મેથીપાક કરાવી પોલીસને સોપ્યો. નશા કરનાર શિક્ષકે રસ્તા પર જોખમ ઊભું કર્યું હતું, જેના કારણે વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે અને આ અંગે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે. સમાજનું માનવું છે કે આવા લોકો શિક્ષણ ક્ષેત્રમાં રહેવા લાયક નથી અને કડક કાર્યવાહી જરૂરી છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.