નવી દિલ્હી : પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત પરાજીત થતી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમ આવતીકાલે જ્યારે અહીં કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો વિજય માર્ગ પર પરત ફરવાનો રહેશે. દિલ્હીની ટીમ ગત મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ઉતરી ત્યારે સતત ત્રણ મેચ જીતીને આવી હતી, જો કે ફરી ઍકવાર તેઅો પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારી ગયા હતા.
દિલ્હીની ટીમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર દર્શકો દ્વારા જારદાર પ્રોત્સાહન મળતું હોવા છતાં તેઅો તેનો ફાયદો ઉઠાવી શક્યા નથી. હવે જો તેમણે પ્લેઓફમાં પહોંચવું હોય તો હોમ ગ્રાઉન્ડ પરની બાકીની ત્રણ મેચમાં સારુ પ્રદર્શન કરવું પડશે. બને ટીમના 10-10 પોઇન્ટ છે, જો કે દિલ્હી સારા રનરેટના કારણે ત્રીજા તો પંજાબ ચોથા ક્રમે છે. આવતીકાલની આ મેચમાં ફરી એકવાર રબાડા સામે ક્રિસ ગેલનો જંગ રોચક બની રહેવાની ધારણા છે, આ ઉપરાંત આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેએલ રાહુલ અને દિલ્હી કેપિટલ્સના ઋષભ પંત પર પણ બધાની નજર રહેશે,