ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ પર એક ટીવી શોમાં મહિલાઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણી માટે 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. BCCI લોકપાલ અનુસાર, આ બંને ખિલાડીએ 1-1 લાખ રૂપિયા 10 શહીદ પૈરા મિલિટ્રી ફોર્સના કૉન્સટેબલની ફેમિલીને આપવાના રહેશે, જ્યારે એટલી જ રકમ બ્લાઇંડ ક્રિકેટને આપવાના રહેશે. આ રકમ 4 અઠવાડિયાની અંદર જમા કરાવવી પડશે.
BCCIએ લોકપાલ કમિટીને કહ્યુ કે, હાર્દિક અને કે.એલ.રાહુલની તરફથી આ રકમ નક્કી સમયમાં ના જમા કરવામાં આવે તો તેમની મેચની ફી કાપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે જૈને કૉફી વિથ કરણ શોમાં વિવાદિત નિવેદન આપવાના મામલામાં રાહુલ અને પંડ્યાને ગત અઠવાડિયામાં નોટિસ જારી કરવાની સુનાવણી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જૈને પૂર્વ સીએજી વિનોદ રાયની અધ્યક્ષાવાળી CoAના મામલાની રિપોર્ટ સોંપી.
કૉફી વિથ કરણ ચેટ શોમાં વિવાદાસ્પદ એપિસોડ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ટેલિકાસ્ટ થયો હતો જે પછી વિવાદ થયો. સોશ્યલ મીડિયા પર બંને ક્રિકેટરોની ખૂબ જ ટીકા થઇ, જે પછી બંનેને સંસ્પેન્ડ કરવામાં આવ્યા. આ વિવાદને કારણે બંને ખિલાડીઓને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વચ્ચેથી બોલાવી દેવામાં આવ્યા હતા.