બેંગ્લોર : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજે અહીં પાર્થિવ પટેલની અર્ધસદીના પ્રતાપે મુકેલા 162 રનના લક્ષ્યાંક સામે અંતિમ ઓવરમાં દિલધડક બનેલી મેચને ધોનીઍ ચેન્નઇની તરફેણમાં ફેરવી હતી પણ છેલ્લા બોલે વિજય માટે જરૂરી 2 રન સામે ઍકપણ રન ન થતાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનો 1 રને વિજય થયો હતો.
ધોનીઍ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં કેપ્ટન કોહલી અંગત 9 રન કરીને આઉટ થયો હતો. તે પછી પાર્થિવ પટેલે ઍબી ડિવિલિયર્સની સાથે મળીને 47 રની ભાગીદારી કરી હતી. ડિવિલિયર્સ જોખમી બને તે પહેલા 25 રન બનાવીને આઉટ થઇ જતાં આરસીબીને મોટો ફટકો પડ્યો હતો. અક્ષદીપ નાથ 20 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો. પાર્થિવે 36 બોલમાં 4 છગ્ગાની મદદથી પોતાની અર્ધસદી પુરી કરી તે પછી તરત જ તે આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનીસ વધુ કંઇ કરે તે પહેલા 13 બોલમાં 14 રન કરીને આઉટ થયો અને તે પછી મોઇન અલીઍ 16 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચાહરે 2-2 અને ઇમરાન તાહિરે 1 વિકેટ ઉપાડી હતી.
ધોનીઍ અંતિમ ઓવરમાં જરૂરી ૨૬ રન સામે ૨૪ રન ઠોકી દીધા પણ છેલ્લા બોલે ૧ રન પણ ન થઇ શક્યો
162 રનના લક્ષ્યાંકની સામે ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને ડેલ સ્ટેને પહેલી જ ઓવરમાં ઉપરાછાપરી 2 ઝાટકા આપીને શેન વોટ્સન અને સુરેશ રૈનાને પેવેલિયન ભેગા કર્યા હતા. તે પછી ફાફ ડુ પ્લેસિસ અને કેદાર જાદવની વિકેટ પડતા ચેન્નઇનો સ્કોર 4 વિકેટે 28 રન થયો હતો. અહીંથી ધોની અને રાયડુ વચ્ચે 55 રનની ભાગીદારી થઇ હતી. રાયડુ 29 રન કરીને આઉટ થયો તે પછી રમતમાં જાડાયેલો જાડોજા ધીમુ રમ્યો હતો અને 12 બોલમાં 11 રન કરીને તે આઉટ થયો હતો. બ્રાવો પણ વધુ કંઇ કરી શક્યો નહોતો. જો કે અંત સમયે છેલ્લી ઓવરમાં 26 રન કરવાના આવ્યા ત્યારે ધોનીઍ પ્રથમ 5 બોલમાં 3 છગ્ગા 1 ચોગ્ગા સાથે કુલ 24 રન કરતા તેમના વિજયની સંભાવના ઊભી થઇ હતી. અંતિમ બોલે તેઓ ઍક રન પણ કરી શક્યા નહોતા અને શાર્દુલ ઠાકુર રનઆઉટ થતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 1 રને વિજય થયો હતો. ધોની 48 બોલમાં 84 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.