પાકિસ્તાને વધુ 100 માછીમારોને જેલમુક્ત કર્યા છે અને આ જેલમુક્ત માછીમારો વાઘા બોર્ડર પર પહોંચી ગયા છે. માછીમારો અહીંથી ટ્રેન મારફતે અમૃતસરથી વડોદરા પહોંચશે અને ત્યાંથી બસ મારફતે માછીમારો ગુરુવારે વેરાવળ પહોંચશે.
આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ તમામ માછીમારો ગુજરાતનાં વતનની છે અને ડિસેમ્બર 2017થી પાકિસ્તાનની માલિર જેલમાં કેદ હતા. આ તમામ માછીમારો 2017 પછીનાં સમયગાળામાં પકડાયેલા છે.
જે 100 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં 81 માછીમારો ગીર-સોમનાથ જીલ્લાનાં છે, પાંચ માછીમારો પોરબંદર, 10 માછીમારો દિવ, બે માછીમારો ભાવનગર, એક માછીમાર જૂનાગઢ અને એક માછીમાર અમદાવાદ જીલ્લાનો વતનની છે.
આ પહેલા, 5 ડિસેમ્બરનાં રોજ પાકિસ્તાને 360 ભારતીય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જેમાં 355 માછીમારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પાકિસ્તાને 300 માછીમારોને મુક્ત કર્યા છે. આગામી 29મી એપ્રિલે વધુ 60 ભારતીય કેદીઓ જેમાં 55 માછીમારોનો સમાવેશ થાય છે તેમને મુક્ત કરાશે.