Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો,ભાગ 9 એક અધિકારીએ ગૌરવ અપાવ્યું, લાભ લીધો ભાજપે
Ahemdabad: અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મેનેજર પી. કે. વાસુદેવન નાયરે અમદાવાદને હેરીટેજ શહેરનું ગૌરવ આપ્યું હતું. પણ તેનો લાભ ભાજપે પોતાના પ્રચારમાં કર્યો હતો.
Ahemdabad ભારત સરકારની ભાગીદારીથી 2004થી 2007 દરમિયાન કંબોડિયાના અંગરકોટ વાટમાં ભગવાન બ્રહ્માના મંદિરનું રિસ્ટોરેશનનું કામ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ હેડ પીકે વાસુદેવન નાયર હતા. એએસઆઈમાંથી નિવૃત થઈને અમદાવાદના હેરિટેજ સેલમાં જોડાયા હતા. 2001ના ભૂકંપ પછી અમદાવાદની ફરતે આવેલા દરવાજા, મોઢેરા સૂર્ય મંદિર, ધોળાવીરા અનેક બીજી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સાઇટના જીર્ણોદ્ધારનું કામ તેમણે કર્યું હતું.અમદાવાદના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મૅનેજર તરીકે તેમણે ભદ્ર પ્લાઝા, અમદાવાદની પોળના મકાનો, ચબૂતરા અને વાવ વગેરે મોન્યુમેન્ટને રિસ્ટોર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
પી.કે. વાસુદેવન નાયરનો જન્મ 19 મે 1947માં થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત આર્કિયોલોજિકલ ઇજનેર તરીકે કરી હતી. તેમણે ભારતની અનેક મહત્વની આર્કિયોલોજિકલ સાઇટ્સ પર કામ કર્યું હતું.
નાગરિકો પણ હેરિટેજ સાચવવા કામ કરે તે માટેના પ્રયાસ કર્યો હતો.
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે જે યુનેસ્કોમાં ડોઝિયર મોકલવાનું હતું. આ ડોઝિયર બનાવવાની કામગીરી તે સમયે સેપ્ટ યુનિવર્સિટીના કન્ઝર્વેશનના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ અને સેન્ટર ફોર ગીર કન્ઝર્વેશન વિભાગના વડા પ્રોફેસર રબીન્દ્ર વસાવડાને સોંપવામાં આવી હતી.
કમિશનર આઇ. પી. ગૌતમે તેમને હેરિટેજ સેલના વડા બનાવ્યા હતા. હેરિટેજ વિભાગમાં પાયાની ઈંટ હતા. તેમણે હેરિટેજ સેલને હેરિટેજ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરતા અને ઇમારતોના રિસ્ટોરેશનનું કામ પણ તેઓ કરતા.અમદાવાદ શહેરની ફરતે જે દીવાલ હતી તે ખંડેર હતી. શહેરની ફરતે આવેલી દીવાલોના કન્ઝર્વેશનનું મહત્ત્વનું કામ કર્યું હતું. ખાનપુર દરવાજાથી શાહપુર તરફ અને એલીસબ્રીજ પાસેની દીવાલને રિસ્ટોર કરવાનું કામ કર્યું હતું. (ક્રમશઃ)