મુંબઇ : મુંબઇ ઇન્ડિયન્સ (ઍમઆઇ)ઍ પોતાના તમામ ખેલાડીઓને ૪ દિવસનો બ્રેક આપ્યો છે, કે જેથી તેઓ આરામ કરી શકે અને પોતાના પરિવાર સાથે સમય ગાળી શકે. વર્લ્ડ કપ પણ આઇપીઍલ પછી તરત જ રમાવાનો છે ત્યારે વર્કલોડ ઓછો કરવાની જે સલાહ અપાઇ છે તેના માટે મુંબઇ વતી રમતાં ટીમના ત્રણ ખેલાડી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આ આરામનો ફાયદો મળશે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ઍક સૂત્રઍ કહ્યું હતું કે ખેલાડીઓને ઍક જ સૂચના અપાઇ છે કે કંઇ પણ કરો પરંતુ બેટ અને બોલથી દૂર રહેજા. તેમણે શાંતિથી આ 4 દિવસના બ્રેકનો ઉપયોગ કરવો જાઇઍ.
મુંબઇઍ હવે પોતાની આગલી મેચ 25મીઍ ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમવાની છે.
મુંબઇ ઇન્ડિયન્સના સૂત્રને જ્યારે ઍમ પુછાયું કે શું ભારતીય ખેલાડીઓને વર્લ્ડ કપ માટે તાજામાજા કરવા માટે આ નિર્ણય લેવાયો છે? ત્યારે તેણે જવાબ વાળ્યો હતો કે માત્ર રોહિત, હાર્દિક કે બુમરાહ જ નહીં અમારી ટીમમાં ક્વિન્ટોન ડિ કોક અને લસિથ મલિંગા જેવા અન્ય ખેલાડીઓ પણ છે જેઓ પોતાના દેશ વતી વર્લ્ડ કપમાં રમશે. તેણે કહ્યું હતું કે અમે તેમના વર્ક લોડને ઍ રીતે મેનેજ કરવા માગીઍ છીઍ કે જેથી જ્યારે તેઓ વર્લ્ડ કપમાં રમે ત્યારે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી શકે. મોટાભાગના વિદેશી ખેલાડી ચેન્નઇ ગયા છે અને ત્યાં પોતાના પરિવાર સાથે સમય ગાળી રહ્યા છે, જ્યારે ભારતીય ખેલાડીઓ પોતાના ઘરે ગયા છે.